બ્રેકિન્ગ ન્યુઝ ગીરસોમનાથ જીલ્લા નાં ઉના તાલુકા ના લોકો કોમી એકતા ની મિસાલ

 

બ્રેકિન્ગ ન્યુઝ

ગીરસોમનાથ જીલ્લા નાં ઉના તાલુકા ના લોકો કોમી એકતા ની મિસાલ•

ઉનાતાલુકા ઓલ મુસ્લિમ સમાજના ઉપ પ્રમુખ શ્રી અબ્બાસભાઇ બ્લોચ દ્વારા આજ રોજ કરણીસેના ના આગેવાનો જેમકે નટુભાઇ બારૈયા માનસીગભાઇ ગોહિલ અનિરૂધ્ધસિંહ મોરી શૈલેશસિહ રાજપુત રિતેશભાઈ અમરસિંહભાઇ મયુરસિહ વગેરે આગેવાનો ને મીઠા મોઢાં કરાવી ને અયોધ્યા મા આવેલ ઐતિહાસિક ન્યાય ના ફેંસલા ને વધાવ્યો હતો એમજ દરેક લોકો ને કાયમ આ રીતે કોમી એકતા દ્રશાવવા તેમજ રાષ્ટ્ર હિત ની અખંડીતા કાયમ રહે એમ અબ્બાસભાઇ તથા નટુભાઇ બારૈયા એમજ શૈલેશસિહ રાજપુતે તાલુકા ના લોકો ને હાકલ કરી હતી અને આવનારા બને સમાજ ના તહેવારો એકબીજા ના ખંભેખંભા મિલાવી ને દેશ હિત મા કાર્ય કરશું એમ બને સમાજ ના લોકો એ હાકલ કરી છે એમજ ઉના તાલુકા ના હિન્દુ તથા મુસ્લિમ સમાજ હમેશા તાલુકા મા થતા કોઇ પણ તહેવારો ખંભેખંભા મિલાવી ને ઉજવણી કરે છે
વધુમાં અબ્બાસભાઇ બ્લોચે જણાવ્યું હતું કે આમા નથી કોઇ હિન્દુ નો વિજય કે નથી મુસ્લિમ સમાજ ની હાર આ વિચાર રાખી બને સમાજે કોમી એકતા દ્રશાવી એ એક એક ભારત શ્રેષ્ઠ ભારત ની એક પહેલ છે એમજ મુસ્લિમ સમાજે કરણીસેના ને શુભેચ્છા આપી હતી એમજ રોડ ઉપર થી પસાર થતા વાહનચાલકોને પણ મુસ્લિમ સમાજ ના આગેવાન અબ્બાસભાઇ એ મીઠાં મોઢાં કરાવી ને દેશની તમામ જનતા ને કોમી એકતા નુ ઉદાહરણ પુરૂ પાડયું છે

*પ્રેસ રિપોર્ટર : રાજેશ રાજપુત*

9737224830

Translate »
%d bloggers like this: