MP બાદ હવે આ રાજ્યનો વારો! કોંગ્રેસના 3 ડઝનથી વધારે MLA સંપર્કમાં હોવાનો BJPનો દાવો

મધ્ય પ્રદેશમાં રાજકીય ઘમાસાણ મચ્યું છે. હજી તેનો કોઈ ઉકેલ નથી આવ્યો ત્યાં કોંગ્રેસ શાસિત વધુ એક રાજ્યમાં ઉકળતો ચરુ ધધકતો લાવા બને તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. મધ્ય પ્રદેશ બાદ કૉંગ્રેસ શાસિત વધુ એક મોટા રાજ્યમાં રાજકીય પારો વધી ગયો છે.

મધ્ય પ્રદેશની માકફ આ રાજ્યમાં પણ સિનિયર-જુનિયરના મતભેદ ચરમસીમાએ પહોંચી ગયા છે. અઆ રાજ્ય છે રાજસ્થાન. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને નાયબ-મુખ્યમંત્રી સચિન પાયલટની વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં જીત બાદથી જ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મતભેદ રહ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાન એકમ સાથે જોડાયેલા સૂત્રોએ નવો દાવો કરી સૌને ચોંકાવી દીધા છે.

ભાજપના આ નેતાએ દાવો કર્યો છે કે, અહીં પણ કૉંગ્રેસના ત્રણ ડઝન અસંતુષ્ટ ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. બીજેપીના સૂત્રોના દાવા પર ભરોસો કરવામાં આવે તો મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથની જેમ જ રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રી અશોક ગહલોતની સરકાર ખતરામાં છે.

*સચિન પાયલટ ગહલોતથી છે ભારોભાર નારાજ*

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ મુખ્યમંત્રી અશોક ગહલોતથી નારાજ છે. પાયલટ કૉંગ્રેસ હાઇકમાન્ડને ગહલોતની ફરિયાદ પણ કરી ચૂક્યા છે. નાયબ-મુખ્યમંત્રી ઉપરાંત તેમના પક્ષના ધારાસભ્ય પણ અશોક ગહલોતથી નારાજ હોવાનું ચર્ચાય છે. તાજેતરમાં જ વિધાનસભામાં પણ પાયલટ કેમ્પના અનેક ધારાસભ્ય ગહલોત સરકાર પર સવાલ ઊઠાવી ચૂક્યા છે.

વિધાનસભા ચૂંટણી બાદ અશોક ગહલોતને રાજસ્થાનની કમાન સોંપ્યા બાદ જ પાયલટ અને તેમની વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન, બીજેપીના સૂત્રોએ રાજસ્થાન કૉંગ્રેસના ત્રણ ડઝન અસંતુષ્ટ ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં હોવાનો દાવો કરી દીધો છે. જેથી હવે રાજસ્થાનમાં પણ કંઈ નવા જુની થવાની શક્યતા સેવાઈ રહી છે.

Translate »
%d bloggers like this: