ભારે વરસાદને કારણે રઘુવીર કોલોની, કોલેજ રોડ સદંતર ધોવાયો

રાજપીપળામાં ભારે વરસાદને કારણે રઘુવીર કોલોની, કોલેજ રોડ સદંતર ધોવાયો. 
કાળીયાભુત સુધીનો આર.સી.સી.રોડ માં ફુટ ફૂટ ના ખાડા
 ઊબડ ખાબડ રસ્તા પર ખાડામાંથી ડોલતા ડોલતા જોખમે દોડતા વાહનો. 
 રાજપીપળા તા 6
રાજપીપળામાં છેલ્લા એક સપ્તાહથી સતત એકધારો ધોધમાર વરસાદને કારણે નગરનાં મોટાભાગના રસ્તાઓનું ભારે ધોવાણ થયું છે.વરસાદે નગરના પાકા આરસીસી રસ્તાના બાંધકામ ની પોલ ખોલી નાખી છે, જેમાં ભારે વરસાદને કારણે રઘુવીર કોલોની,કોલેજ રોડ સદંતર ધોવાઈ ગયો છે,આ રસ્તે રાહદારીઓ અને વાહનચાલકો ને જવા-આવવા ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. શીતળા માતાના મંદિરથી આગળ જતા કોલેજ રોડ રઘુવીર કોલોની નો રોડ વરસાદમાં રીતસરનો તૂટી ગયો છે જેમાં એક બે ફૂટનાં ઊંડા ખાડા પડી ગયા છે, અને 20થી 25 ફૂટનાં લાંબા ખાડામાં પાણી ભરાતા વાહન ચાલકો ખાડામાં પડવાના અને વાહનચાલકો પણ પડવા વાગવાનાં બનાવથી લોકો પરેશાન થઈ ગયા છે, માર્ગ-મકાન વાળાઓએ બનાવેલો પાકો આર.સી.સી રોડ સાવ તૂટી જતાં ધોવાઈ ગયેલો રોડના ખાડા પૂરવા છતાં ફરીથી વરસાદમાં ધોવાઈ જતા તકલાદી રસ્તાના કામો ની પોલ ખુલી ગઈ હતી, લોકોમાં તંત્ર સામે ભારે રોષની લાગણી જન્મી છે.ઊબડ ખાબડ રસ્તા પર ખાડામાંથી ડોલતા ડોલતા જોખમે દોડતા વાહનોનું વરવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે, તંત્ર તાકીદે રસ્તાનું સમારકામ કરાવે તેવી માંગ ઉઠી છે. 
 રિપોર્ટ: જ્યોતિ  જગતાપ રાજપીપળા
Translate »
%d bloggers like this: