રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સુખપર ગામે ચાલી રહેલા કેટલ કેમ્પમાં

રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા. સુખપર ગામે ચાલી રહેલા કેટલ કેમ્પમાં આજે નવમાં દિવસે 1100 જેટલી ગાયો ની સંખ્યા થયેલ છે .

ગાયો માટે ઘાસચારાની , પાણીની , ગોવાળિયા માટે ત્રણ ટાઈમ જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. દરરોજ ગાયો ની સંખ્યા વધી રહેલ છે .મેહુરભાઈ લવતુકાના માર્ગદર્શન અને મહેનત થી ચાલી રહેલા

આ કેમ્પને આજે આશીર્વાદ આપવા વાંકિયા આશ્રમના આંબલા ના મહંત શ્રી રવુબાપુ પધાર્યા હતા તેમજ આ કેમ્પની મુલાકાત પાલીતાણા ના પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ રાઠોડ સિહોર તા પંચાયત ના ઉપપ્રમુખ ગોકુલભાઈ આલ જીલ્લા કૉંગેસ ના મંત્રી જેરામ ભાઈ રાઠોડ અમિતભાઇ લવતુકા ગોકુલભાઈ લવતુકા એ લીધી હતી .

પ્રમુખ ભગવાનભાઈ મકવાણા , સુરાભાઈ કરમટીયા , વી એસ ઉલવા , કાળુભાઇ મકવાણા , ધીરુભાઈ ચૌહાણ , રાજાભાઈ રબારી , જયસુખભાઈ સાંબડ , વિજયભાઈ આલ વગેરે ખડા પગે સેવા આપી રહ્યા છે. આપ સૌ પણ પધારો અને આ ગૌ સેવાનો લાભ લો તેવુ સૌને આમંત્રણ છે

તમારા મોબાઈલ પર દરેક ન્યુઝ મેળવવા માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને ન્યુઝ મેળવો

Translate »
%d bloggers like this: