પોલ્યુશન અંડર કન્ટ્રોલનું પ્રમાણપત્ર આપતી સંસ્થાઓએ નિયમ પાળવા પડશે

પોલ્યુશન અંડર કન્ટ્રોલનું પ્રમાણપત્ર આપતી સંસ્થાઓએ નિયમ પાળવા પડશે

પોલ્યુશન અંડર કન્ટ્રોલનું પ્રમાણપત્ર આપતી સંસ્થાઓએ નિયમ પાળવા પડશે
વડોદરા તા.૧૪ ઓગષ્ટ, ૨૦૧૯ (બુધવાર) વાહનો દ્વારા ફેલાતા પ્રદૂષણના નિયંત્રણ માટે પ્રત્યેક વાહન ચાલકે સમયાંતરે પોલ્યુશન અંડર કન્ટ્રોલ (પી.યુ.સી.) ની નિર્ધારિત ચકાસણી કરાવીને પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે અને વિવિધ માન્ય સંસ્થાઓ દ્વારા પી.યુ.સી. આપવામાં આવે છે. વાહનોની મદદથી આચરવામાં આવતી ગુનાખોરી અટકાવવા અને ગુનેગારોને ઓળખવા શહેર પોલીસ કમિશનરે પી.યુ.સી. પ્રમાણપત્ર આપતી સંસ્થાઓએ પાળવાના નિયમો એક જાહેરનામા દ્વારા અમલમાં મૂક્યા છે. તદઅનુસાર, આવી તમામ સંસ્થાઓએ પી.યુ.સી. માટે વાહન લઈ આવનારનું નામ અને મોબાઇલ નંબર નોંધવા પડશે તથા પોલીસ તંત્ર દ્વારા નિર્ધારિત નમૂનામાં નોંધણી રજિસ્ટર નિભાવવાનું રહેશે. આ માહિતી ઓછામાં ઓછા એક વર્ષ સુધી સાચવવાની રહેશે અને ચકાસણી સમયે સબંધિત પોલીસ અધિકારીને રજિસ્ટર બતાવવાનું રહેશે. આ નિયમો તાત્કાલિક અસરથી તા.૦૧/૧૦/૨૦૧૯ સુધી અમલમાં રહેશે અને તેનું ઉલ્લંધન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.

Translate »
%d bloggers like this: