ચોમાસાની સીઝન ચાલુ થવા છતાં રાજપીપળા નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હજુ શરૂ કરાઇ નથી

 

ચોમાસાની સીઝન ચાલુ થવા છતાં રાજપીપળા નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હજુ શરૂ કરાઇ નથી !
ઠેરઠેર ઉભરાતી ગટરો, ગંદકીના ઢગો,કચરાના ઢગલાઓની સફાઈ કરવામાંનું ઉતરેલું પાલીકાતત્ર.
 ચોમાસું આવી ગયું છતાં નગરમાં ખાણીપીણીની લારીઓ,  તથા કેરીના રસ, જ્યુસ અને પાવભાજી,લારી ગલ્લા પર હોટલમા વપરાતા વાસી મીઠાઈ, ખાણીપીણીના ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં નિષ્ફળ નીવડેલી પાલિકાતંત્ર!
 સમખાવા પૂરતી માત્ર પાણીપુરીની લારી ગલ્લાનો ઉપરછલ્લું ચેકિંગ. 
માત્ર 5 લારીઓ જપ્ત કરાઈ !
ચોમાસામા રોગચાળો ફેલાતો અટકાવવા દુકાનો તેમજ અન્ય લારીઓ ઉપર પણ સઘન ચેકિંગની માંગ. 
રાજપીપળા તા.20
 રાજપીપળામાં ચોમાસાની સીઝન માંડ શરૂ થઈ છે પણ  નગરપાલિકા તંત્ર તરફથી  હજી સુધી આગોત્રીરી પ્રિમોન્સુન કામગીરી શરૂ કરાઇ નથી. રાજપીપળામા નગરમા ઠેર ઠેર ઉભરાતી ગટરો,  ગંદકીના ઢગઓ, કચરાના ઢગલાઓની સફાઇ કરવામાં પાલિકા તંત્ર ઉણું ઉતર્યું છે. હજી સુધી ગટરોની સફાઈ કરાઇ નથી.ગરનાળામા ભરાયેલ કાદવ-કીચડ કઢાયો નથી. નગરમાં ચોમાસું આવી ગયું છતાં નગરમાં ખાણીપીણીની લારીઓ તથા કેરીનારસ, જ્યુસ અને પાવભાજી ની લારી ગલ્લા પર હોટલોમાં વપરાતા વાસી મીઠાઈ, ફરસાણ, વાસી ખાણીપીણી વાસી  અને અખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે તંત્રએ સમખાવા પૂરતી માત્ર પાણીપુરીની લારી કલરનો ઉપરછલ્લું ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં માત્ર 5 લારી જપ્ત કરાઇ છે. ચોમાસામાં રોગચાળો ફેલાતો અટકાવવા ખાણીપીણીની દુકાનો હોટલો તેમજ અન્ય રાશિઓ ઉપર પણ સઘન ચેકિંગ કરવાની માંગ થઇ છે. મુખ્ય અધિકારી આર.એસ.દેસાઈની લારીઓ અગાઉ આપેલ સૂચનાનું પાલન ઘરે છે કે નહીં એ માટે ચેકિંગ હાથ ધર્યું હતું. મુખ્ય ગાર્ડનમાં ઊભી રહેલી પાણીપુરીની પાદરીઓ વાળા નિયમનું નિયમનું પાલન ન કરતા  જણાઈ આવતા પાલિકા ધીમે પાંચ લ્યો ડિટેઇન કરી 2,600 રૂપિયા દંડ વસુલ કર્યો હતો પણ અન્ય દુકાનો તથા લારીઓ ઉપર પણ તપાસ કરે તેવી લોકોની માંગ કરી રહ્યા છે.
 રિપોર્ટ :.જ્યોતિ જગતાપ, રાજપીપલા

Avatar

Deepak Jagtap

દિપક જગતાપ deepakjagtap3@gmail.com નર્મદા 9998796527

Read Previous

શ્રી દકાના પ્રાથમિક શાળા,તળાજા,ભાવનગર

Read Next

ડોગ સ્કવોડ માંથી “કમલ” નામના ડોગ નું દુ:ખદ અવસાન

Translate »
%d bloggers like this: