પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ કાછીયાએ રીંગણીની શાકભાજીમાં બાગાયતી પાક થકી રૂ.4.45 લાખનો ચોખ્ખો નફો મેળવ્યો

નર્મદા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ કાછીયાએ રીંગણીની શાકભાજીમાં બાગાયતી પાક થકી રૂ.4.45 લાખનો ચોખ્ખો નફો મેળવ્યો.

અન્ય ખેડૂતો માટે પણ બાગાયતી પાકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા.

રાજપીપલા, તા.7

નર્મદા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ કાછીયાએ રીંગણીની શાકભાજીમાં બાગાયતી પાક થકી રૂ.4.45 લાખનો ચોખ્ખો નફો મેળવી અન્ય ખેડૂતો માટે પણ બાગાયતી પાકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
રાજપીપળા ખાતે ખેતી વ્યવસાય સાથે પોતાના પરિવારનું ગુજરાન કરી રહેલા પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ ઉમંગભાઈ કાછીયા કે જેવો રાજપીપલા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આશરે કુલ1.18 હેક્ટર જમીન ધરાવે છે, અને ધોરણ 11 પાસ થયેલા આ ઉત્સાહી ખેડૂતે પોતાના કપાસ, દિવેલ, કેળની પરંપરાગત ખેતીની સાથોસાથ કૃષિ મહોત્સવ અને કૃષિ મેળામાં ભાગ લેવાથી તેઓ શાકભાજીની આધુનિક ખેતી તરફ વળ્યા છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રીંગણીની ખેતી માંથી તેઓને અંદાજે રૂપિયા 4.45 લાખ જેટલો નફો મેળવ્યો છે.
પ્રવીણભાઈ કાઠીયા તરફથી અગાઉ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને કૃષિ તજજ્ઞોની ભલામણનો તરફથી પૂરતો આત્મા પ્રોજેક્ટ તથા બાગાયત ખાતા સાથે જોડાતા તેમાં તાલીમ, પ્રેરણા, પ્રવાસ અને કૃષિ વૈજ્ઞાનિક પાસેથી નીત નવી ટેકનોલોજીથી માહિતગાર થવાને લીધે સંકલિત જીવતા નિયંત્રણ પદ્ધતિ, ગ્રેડિંગ પદ્ધતિ વગેરે જેવી જાણકારી મેળવીને તેને ખેતી પદ્ધતિમાં અમલમાં મૂકવાને લીધે જૈવિક કલ્ચર, બાયો-કંપોસ્ટ, માઈક્રો નુટ્રીયન્ટ ખાતરનો ઉપયોગ કરી રાસાયણિક ખાતરના વપરાશમાં ઘટાડો થવાને લીધે જેથી ખર્ચને ખાતર ખર્ચ પણ ઘટી જવાથી પ્રવીણભાઈ કાછીયાએ હવે એકંદરે સારી આવક પ્રાપ્ત કરી રહ્યા છે. શાકભાજીની ખેતી ગુણવત્તા સંયુક્ત થવાને લીધે બજારમાં તેના ઉચ્ચ ભાવ પણ તેમને મળી રહે છે.આમ અધુનિક પદ્ધતિ લીધે પ્રગતિશીલ ખેડૂત તરીકેનો ગત 2017-18ના વર્ષમાં બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી પણ તેમને સન્માનિત કરાયા હતા . પ્રવીણભાઈ કાછીયાની શાકભાજીની ખેતી જોઈ તેમના અડોશ-પડોશના ખેડૂતોને પણ બાગાયતી પાક ઉત્પાદન માટે ની પ્રેરણા મળી રહી છે અને તેઓ પણ હવે બાગાયતી પાકો તરફ વળ્યાં છે.

રિપોર્ટ :.જ્યોતિ જગતાપ રાજપીપળા

Translate »
%d bloggers like this: