પોરબંદરમાં મેઘરાજાનું આગમન, મોડી રાત્રે ધોધમાર વરસાદ

*પોરબંદરમાં મેઘરાજાનું આગમન, મોડી રાત્રે ધોધમાર વરસાદ*

 

રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસો દરમિયાન રાજ્યનાં અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા

 

 

પોરબંદર પંથકમાં મેઘરાજાનું પુન:આગમન થયું છે. મોડી રાત્રએ વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. મેઘરાજા પોરબંદર પર મહેરબાન થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી પંથકમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. જોકે, ગઈકાલે રાત્રીના પોરબંદર શહેર સહિતનાં જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

 

રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસો દરમિયાન રાજ્યનાં અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજસ્થાન સરહદ નજીકનાં વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની સૌથી વધુ શક્યતા છે. શનિવારે અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં દિવસ દરમિયાન વરસાદી છાંટાથી લઇને વરસાદી ઝાપટા પડ્યાં હતા. પરંતુ, વરસાદની ગેરહાજરીથી અમદાવાદ સહિત 8 શહેરોમાં પારો 34.0 ડિગ્રી પાર કરી જતાં લોકોએ ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો.

 

*8 શહેરોમાં ગરમીનો પારો પણ ઉંચકાયો*

 

દરમિયાન શનિવારે અમદાવાદનુ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધીને 34.5 ડિગ્રી અને લઘુત્તમ તારમાન 2.6 ડિગ્રી વધીને 27.4 ડિગ્રી નોંધાયું હતું. સમગ્ર રાજ્યમાં 35.7 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજ્યનાં આઠ શહેરોમાં ગરમીનો પારો ઉંચકાયો છે. બીજી બાજુ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સુરત, વલસાડ, તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા વરસાદની વકી છે.

 

Translate »
%d bloggers like this: