પોરબંદર ના નવ-દંપતી સામાજિક ફરજો અદા કરતા પેહલા, રાષ્ટ્ર ફરજની નિભાવી

પોરબંદરમાં એક યુગલ ના લગ્ન 26
જાન્યુઆરી એ જોગાનુજોગ નિરધારેલ
હતો. ત્યારે યુવતી પક્ષ અને યુવક પક્ષ
તરફથી એવો પ્રયાસ કરવામાં આવ્યો જે
દેશના-લોકોને પ્રેરણા પૂરી પાડી શકે છે

પોરબંદર જિલ્લા ના રાણાવાવ નિવાસી
દિલીપ ચાવડાના લગ્ન માધવપુર નિવાસી
ગીતાબેન માવદીયા ના લગ્ન પ્રજાસતાક
દિવસ નિમિતે રવિવારના રોજ રાખવામાં
આવેલ હતા-બંને પક્ષે લગ્નગ્રંથિથી જોડતા
પહેલા ભારત દેશના નાગરિક તરીકે 71 માં
પ્રજાસત્તાક દિવસની ઉજવણી અનોખી
રીતે કરવાનું નક્કી કર્યું અને બંનેએ
ભારત ના બંધારણ ઘડવૈયા ની યાદ કર્યા
હતા

તેમજ તેમના માનવ મૂલ્યો ને જાળવી
રાખવા પ્રયાસ કરાયો હતો અને સંદેશ
આપ્યો હતો કે આપણા પર જ્યારે દેશને
સમર્પણ આપવાની વાત આવે ત્યારે કોઈ
પણ સંજોગોમાં પોતાના અંગત સ્વાર્થ
ભૂલી ભાઇચારા ભાવના રાખવી ખુબજ
જરૂરી છે

આ પ્રસંગને માણવા માટે માધવપુર(ઘેડ)ના
મોટી સંખ્યાના ગામ લોકોએ હાજરી આપી
હતી. અને ધ્વજવંદન કરી સમૂહમાં
“રાષ્ટ્રગીત” ગયું હતું. તેમજ ત્યાર બાદ
રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી હતી.

આ પ્રસંગે યુગલે પોતાની વાત મુકતા
જણાવેલ કે, “આપના દેશને દુનિયાનું
સૌથી મોટું અને ક્ષતિ રહી બંધારણ મળ્યું
છે ત્યારે 26 જાન્યુઆરી, 1950 ના દિવસે
તેમની અમલવારી કરવામાં આવેલ હતી
અને આજે 26 જાન્યુઆરી એટલે
પ્રજાસતાક દિવસ છે અને આજના
દિવસનું ગૌરવ જળવાઈ રહે તે આશય થી

બંને પક્ષે આજરોજ સમુહ માં આ
દેશના પવિત્ર તહેવાર ની ઉજવણી કરેલ છે.”

Translate »
%d bloggers like this: