પોરબંદર જીલ્લાના નાના એવા ગામડામાં બૌદ્ધ સંસ્કાર મુજબ પુણ્યમોદન પુષ્પાજંલી

 

આજરોજ પોરબંદર જિલ્લાના નાના એવા શિંગડા ગામનાં અને હાલમાં ગત તારી10-12-2019 ના રોજ માત્ર 40 વર્ષની નાની ઉંમરે નિર્વાણ પામેલા દિવંગત અશ્વિનભાઈ મંઞાભાઈ ચાવડાની આજે( પુણ્યમોદન ) ઉતરક્રિયા શિંગડા ગામે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવેલ હતી

શિંગડા ગામમાં સૌ પ્રથમ વખત અશ્વિનભાઈ મંઞાભાઈ ચાવડાની બૌદ્ધ પરંપરા મુજબ બિલકુલ સાદાય અને દિવંગતને માનભેર પુષ્પાંજલિ આપવામાં આવી હતી
શિંગડા ગામમાંથી જુના રીત રિવાજ અને ખોટા ખર્ચથી બચીને અશ્વિનભાઈનાં પરિવારજનો શિંગડા ગામ અને સમગ્ર બરડા પંથકના ગામોને એક નવી રાહ બતાવી છે જે આવનારા સમયમાં આપણાં સમાજમાં આવનાર પેઢી માટે જાગૃતિ લાવ છે અને બીજા લોકો ને પણ આવુ કાર્ય કરવા માટે પ્રેરિત કર છે


આ પુણ્યમોદન કાર્ય બૌદ્ધ પરંપરા અનુસાર બૌદ્ધ ઉપાસક દિલીપ ચાવડા અને માનવ બૌદ્ધ દ્વારા ત્રીશરણ પંચશીલના સંઘાયાન કરાવીને દિવંગત અશ્વિનભાઈ મંઞાભાઈ ચાવડાને માનભેર પુષ્પાજંલી અર્પણ કરી હતી

આ તકે મિશન પે બેક ટુ સોસાયટી પોરબંદરથી અરૂણભાઇ પવાર એડ,હરીશભાઈ પરમાર કીરણભાઈ ખાવડું માનવ બૌદ્ધ દિલીપ ચાવડા મહેશ ખરા ચંદ્રેશ ડોડીયા વિગેરે ઉપસ્થિત રહી દિવંગત અશ્વિનભાઈ ચાવડાને પુષ્પાંજલિ આપી હતી દિલીપ ચાવડા અને માનવ બૌદ્ધ એ પોતાના ટૂંકા વક્તવ્યમાં સમાજને સંદેશ આપતા જણાવ્યું હતું કે હવે આપણી સમાજ એ ખોટા ખર્ચ કુરિવાજ અંધશ્રદ્ધામાંથી બહાર આવી ને ડો બાબા સાહેબ અને તથાગત ગૌતમ બુદ્ધ એ બતાવેલ મધ્યમમાર્ગી બૌદ્ધ ધમ્મ તરફ વળવું જોઈએ


દિવંગત અશ્વિનભાઈ ચાવડાના પરિવારજનો તેમના ભાઈ કાનજીભાઈ બેનબનેવી પ્રકાશ બૌદ્ધ ભાવિશાબેન બૌદ્ધ અને સમસ્ત ચાવડા પરિવાર ને ખૂબ ખૂબ સાધુવાદ કે જેમને બૌદ્ધ પરંપરાથી દિવંગત અશ્વિનભાઈ ચાવડાનું પુણ્યમોદન કાર્ય કર્યું અને નવી રાહ બતાવી
પ્રેરક પ્રકાશ બૌદ્ધને ખૂબ ખૂબ સાધુવાદ

Translate »
%d bloggers like this: