ક્યાર વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો, ઓમાન તરફ ફંટાશે

વાવાઝોડાના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો, વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો

દિવાળીના દિવસે ગુજરાતને રાહતના સમાચાર મળ્યા છે. ગુજરાત પરથી ક્યાર વાવાઝોડા (kyarr cyclonic)નો ખતરો ટળી ગયો છે. આ વાવાઝોડું (cyclonic)હવે ઓમાન તરફ ફંટાઇ ગયું છે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે પાસેથી પસાર થઈ પશ્ચિમી અરબી સમદ્રથી ઓમાન તરફ જશે. જેથી ગુજરાત પરથી આ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. હવે આ વાવાઝોડું ઓમાનમાં ટકરાશે.

ક્યાર વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે. આ વાવાઝોડાના કારણે અમદાવાદ, સોમનાથ, દીવમાં વરસાદી છાંટા પડ્યા હતા. આગામી અઠવાડીયા સુધી વાદળછાયું વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં હળવો કમોસમી વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલ ક્યાર વાવાઝોડાની અસરના કારણે પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. કરંટના કારણે દરિયા કિનારે 30 ફૂટથી વધુ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાદળછાંયુ વાતાવરણ સર્જાતા વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. બીજી તરફ સાપુતારામાં વરસાદની માહોલ જોવા મળી રહ્યો છે.

*વાવાઝોડાની અસરના કારણે પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે*

Translate »
%d bloggers like this: