ભારતીય સેનાએ PoKમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો,35 પાકિસ્તાની સૈનિકનાં મોત સૂત્ર

ભારતીય સેનાએ PoKમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો,35 પાકિસ્તાની સૈનિકનાં મોત સૂત્ર

ભારતીય સેનાએ આતંકવાદી કેમ્પોને નિશાન બનાવવા માટે આર્ટિલરી ગનનો ઉપયોગ કર્યો છે

જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં તંગધારમાં પાકિસ્તાન (Pakistan) તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગ (Firing)માં બે ભારતીય જવાન શહીદ થયા બાદ હવે ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આતંકવાદી કેમ્પો (Terror Camps) પર હુમલો કર્યો છે. ભારતીય સેનાએ આતંકવાદી કેમ્પોને નિશાન બનાવતાં આર્ટિલરી ગનથી ગોળામારો કર્યો. સૂત્રો મુજબ, આ જવાબી હુમલામાં પાકિસ્તાની સેનાના પાંચ સૈનિક માર્યા ગયા છે અને અનેક ઘાયલ થયા છે. ભારતીય સેનાની આ કાર્યવાહીમાં PoKમાં બનેલા આતંકવાદી કેમ્પો પણ નષ્ટ થયા છે. જોકે, અધિકૃત રીતે તેની હાલ પુષ્ટિ નથી થઈ શકી.

પાકિસ્તાન (Pakistan) તરફથી સતત થઈ રહેલા ઘૂસણખોરીના પ્રયાસોની વચ્ચે ભારતીય સેના (Indian Army)એ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સ્થિત આતંકી કેમ્પો (Terrorist Camps) પર હુમલા કર્યા છે. મૂળે, છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની આર્મી (Pakistani Army) આતંકીઓની ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસમાં મદદ કરી રહી હતી. આ તમામ ગતિવિધિઓને જોતાં ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે અને પીઓકેમાં સ્થિત આતંકવાદી કેમ્પોને નષ્ટ કરી દીધા છે.

એએનઆઈના સૂત્રો મુજબ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલી નીલમ વેલીમાં ચાર આતંકવાદી લોન્ચ પેડને નષ્ટ કરવામાં આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ, આ હુમલામાં 4થી 5 પાકિસ્તાની આર્મીના સૈનિકો માર્યા ગયા છે અને અન્ય ઘાયલ થયા છે.

સેનાએ આ આતંકવાદી કેમ્પોને નિશાન બનાવતાં જોરદાર હુમલો કર્યો છે. ભારતીય સેનાએ આતંકવાદી શિબિરોને નષ્ટ કરવા માટે આર્ટિલરી ગનનો ઉપયોગ કર્યો છે. આ આતંકી શિબિરો તરફથી અનેક આતંકવાદીઓને ભારતની સીમામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને સેનાએ નિષ્ફળ બનાવી દીધો છે. જોકે, સેનાની કાર્યવાહીમાં આતંકવાદી કેમ્પોમાં કેટલા આતંકવાદી માર્યા ગયા છે તેને લઈને કોઈ જાણકારી નથી આવી.
અહેવાલ :- પી.ડી ડાભી તળાજા

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો દરેક અપડેટ

સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર લાઈવ ક્રાઈમ ન્યુઝ

Translate »
%d bloggers like this: