રાજુલાના પ્રખ્યાત પીપાવાવ ધામમાં શતાબ્દી મહોત્સવ ની ઉજવણીની મીટીંગ

રાજુલાના પ્રખ્યાત પીપાવાવ ધામમાં શતાબ્દી મહોત્સવ ની ઉજવણીની મીટીંગ

રાજુલા પાસે આવે જગવિખ્યાત પીપાવાવ ધામ મા મંદિરની શતાબ્દી મહોત્સવ ની ઉજવણીની મિટિંગનું ભવ્ય આયોજન રાજુલા નજીક આવેલ પીપાજી મહારાજ દ્વારા સ્થાપિત વર્ષ 1300 દશકમાં જેનો જીણોદ્ધાર 1919 મા થયેલ જીણોદ્ધાર શતાબ્દી મહોત્સવ 2019 ના 25 ઓક્ટોમ્બર કારતક સુદ 2 બીજ ના રોજ 100 વરસ પૂર્ણ થઈ રહેલ છે તેના અનુસંધાને મહંત પરિવાર તથા પીપાવાવ ગામ સમસ્ત દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ધર્મપ્રેમી લોકો તેમજ સેવક સમુદાય ને સાથે રાખીને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા માટે એક મિટિંગનું ભવ્ય આયોજ 22.09.2019 રવિવારે સવારે 9.30 કલાકે પીપાવાવ ધામ રણછોડરાયજી મંદિર ખાતે રાખવામાં આવેલ છે

તો સર્વ ધર્મપ્રેમી જનતાએ હાજર રહેવા અને કાર્યક્રમની રૂપરેખામાં સાથે રહી સહયોગ આપવા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે તેવું મહેશ દાસ બાપુ રણછોડરાયજી મંદિર દ્વારા જણાવવામાં આવેલ છે આ મિટિંગ બાદ સૌએ પ્રસાદ સાથે લેવાનું પણ રાખેલ છે તેઓ મહેશ બાપુએ જણાવેલ છે

Translate »
%d bloggers like this: