પીપલોદ ધુલિયા રોડ પર આઈસર ટેમ્પોમાંથી ચાલક ઉછળતા જ ચાલકનું મોત

 

દેડિયાપાડા તાલુકાના પીપલોદ ધુલિયા રોડ પર આઈસર ટેમ્પોમાંથી ચાલક ઉછળતા જ ચાલકનું મોત
 રાજપીપળા તા 1
 દેડિયાપાડા તાલુકાના પીપલોદ રોડ પર આઈસર ટેમ્પો ચાલકે બ્રેક મારવા જતાં ટેમ્પામાંથી ચાલ ઉછડી રોડ પર ફેંકાઇ જતાં ચાલકનું મોત નીપજ્યું હતું આ બાબતની પોલીસ ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકે નોંધાઈ છે.
 જેમાં ફરિયાદી સિંગ ધર્મા પાવડી (રહેમાં ડનેલમાં  કુવડીડાંગર ફળિયુ, તા.નંદુબાર મહારાષ્ટ્ર )બે આરોપી ટાટા આઇસર ટેમ્પો નંબર  MH39 AD0523 ના ચાલક ભરતભાઈ સમસાભાઈ વાળવી (રહે ભગદરી વઢી ફળિયું, તા અકકલકુવા) સામે ફરિયાદ નોંધાઈ છે. 
 ફરિયાદની વિગત અનુસાર આઈસર ટેમ્પાના ચાલક ભરતભાઈ સમસાભાઈએ પૂરઝડપે અને ગફલત ભરી રીતે ટેમ્પો હંકારતા પિપલોદ થી ચુલીયા હનુમાન મંદિર વચ્ચે ઇન્ડિકા ફોરવિલ ગાડી સામેથી અચાનક નજીક આવતા ટેમ્પા ચાલક ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા મારનાર લાલસીંગ ધર્મ પાવડી ટેમ્પાની ઉપરથી જમીન ઉપર ફેંકાઈ ગયેલ તે જગ્યા પર જ બેભાન થઇ ગયા અને તેના કાનમાં તથા નાકમાં લોહી નીકળતા તેના કુટુંબી નો એક ખાનગી વાહનમાં બેસાડી સરકારી દવાખાના મોગલી ખાતે સારવાર માટે દાખલ કરેલ. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બાબતે અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપળા 
Translate »
%d bloggers like this: