*રાધનપુર / બેંકના SMS એલર્ટથી વેપારીને ખાતામાંથી ઉપડી ગયેલા રૂ.5 લાખ પાછા મળ્યા*

*રાધનપુર / બેંકના SMS એલર્ટથી વેપારીને ખાતામાંથી ઉપડી ગયેલા રૂ.5 લાખ પાછા મળ્યા*

પાટણઃ રાધનપુર વારાહીના અગ્રણી અને કોલસાના વેપારીના બેંકના ખાતામાંથી શનિવારે રૂ. 5 લાખ ઉપડી ગયાનો મોબાઇલ પર મેસેજ આવતાં જ બેંકમાં જઇ ટ્રાન્જેકશન અટકાવ્યા બાદ બેંક સત્તાધીશોએ અમદાવાદની બેંકમાં જાણ કરી ફ્રોડ થઇ રહ્યાની જાણ કરતાં ત્યાં પણ સ્ટોપ પેમેન્ટ કરાવતાં કલાકોમાં વેપારીના ખાતામાં પાછા જમા થયા હતા. આ મામલે જુના ડ્રાયવર અને તેના સાગરીત સામે રાધનપુર પોલીસમાં ફરીયાદ દાખલ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

રાધનપુર હાઇવ પર ચામુંડા સોસાયટીમાં રહેતા ફરસુભાઇ મુળજીભાઇ ગોકલાણી જેઓ કોલસાનો વેપાર કરે છે જેનો હિસાબ કિતાબ તેમનો અમદાવાદ ખાતે રહેતો મોટો દિકરો ભાર્ગવભાઇ સંભાળે છે . શનિવારે એચઅડીએફસી બેંકના ખાતામાંથી 5 લાખની લેવડદેવડ થયાનો બેંક એલર્ટ મેસેજ આવતાં તેમણે રાધનપુર ખાતે ફરસુભાઇને જાણ કરતાં તેમણે તરતજ બેંકમાં જઇ તપાસ કરતાં મેનેજરે ચેક બતાવતાં તેમના એકાઉન્ટનો એક ચેક અમદાવાદ શાખામાં જમા કરાવાયો હોવાનું જણાવતાં ફરસુભાઇએ પેમેન્ટ સ્ટોપ કરાવ્યું હતું.

ફ્રોડ થયાનું જણાવતાં બેંકના મેનેજરે પણ અમદાવાદ શાખાને જાણ કરતાં કાઇટ્સ ટેકનોસોફ્ટ નામનું ખાતું પણ સ્ટોપ કરાયું હતું અને તેમાં જમા થયેલા નાણા પાછા ફરસુભાઇના ખાતામાં જમા થઇ ગયા હતા. આ મામલે રાધનપુર પોલીસ મથકે રવિવારે નરેન્દ્ર મારવાડી તેમનો જૂનો ડ્રાયવર નરેન્દ્ર મારવાડી અને તેના મળતીયા ખાતાધારક એમ બે શખ્સો સામે ફરીયાદ આપતાં ફોજદારી ધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.

*જૂના ડ્રાયવરે ચેક ચોરી કરી લીધાનું અનુમાન*
વેપારી અને અગ્રણી ફરસુભાઇ ગોકલાણીના જણાવ્યું કે નરેન્દ્ર મારવાડી અગાઉ મારી પાસે રોજગારી માટે આવેલો અને તેને ડ્રાયવર તરીકે રાખેલ હતો તેણે આ ચેક ચોરીથી કાઢી લીધો હશે જે હવે ઉપયોગ કરાયેલ છે.

*બેંકના મેસેજના લીધે કલાકોમાં ફ્રોડ થતું રહી ગયું*
આ ઘટનામાં જો બેંક મેસેજ સીસ્ટમ ન હોત તો તત્કાળ નાણાકીય લેવડદેવડની જાણ થઇ ન હોત અને સામેવાળાએ નાણા કેશ પણ કરી લીધા હોત પણ ટ્રાન્જેકશન એલર્ટ મેસેજ આવતાં જ સ્ટોપ પેમેન્ટ કરાવી દેતાં ગયેલા નાણા બે ત્રણ કલાકમાં જ પાછા આવી ગયા હતા.

Translate »
%d bloggers like this: