પત્રકાર એકતા સંગઠન નું સ્નેહ મિલન – અધિવેશન પાટણ ખાતે યોજાઇ ગયું

પત્રકાર એકતા સંગઠન નું સ્નેહ મિલન – અધિવેશન પાટણ ખાતે યોજાઇ ગયું

પાટણ અને મહેસાણા જિલ્લાના સંગઠન ની સર્વાનુમતે વર્ણી…સેંકડો પત્રકારો ની હાજરી

વરિષ્ઠ પત્રકારો ની મોટી સંખ્યા મા હાજરી..

આજે તા – ૮/૧૨/૨૦૧૯ ને રવિવારે પાટણ – મહેસાણા જિલ્લા ના પત્રકારો નું સ્નેહ મિલન – સંગઠન પાટણ સર્કિટ હાઉસ ના કોનફરંસ હોલમાં યોજાઈ ગયું..જેમાં સેંકડો પત્રકારો..પ્રિન્ટ – ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ના પત્રકાર ભાઈ/ બહેનો એ હજાર રહી નવા સંગઠન મા સહયોગી બન્યા..


આજે પત્રકાર એકતા સંગઠન નું અધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના અધ્યક્ષ સ્થાને..સલીમભાઈ બાવાણી ની ખાસ ઉપસ્થિતિ મા યોજાઇજતા..કાર્યક્રમ નો પ્રારંભ દીપ પ્રાગટ્ય થી કર્યો હતો..


મહાત્મા ગાંધી ની તસવીર સમક્ષ દીપ પ્રાગટ્ય કરી સત્ય..અહિંસા..કરુણા નો સંદેશ આપ્યો હતો..


કાર્યક્રમ મા ઉપસ્થિત મહેમાનો પત્રકારો નું શબ્દો થી સ્વાગત જોન પ્રભારી શ્રી શૈલેષભાઈ પરમારે કર્યું હતું..જોન ટીમ ના મારફત તમામ પત્રકારો ને આગેવાનો ને પત્રકાર એકતા સંગઠન ના ઉપસ્થિત આગેવાનો નું સન્માન શાલ ઓઢાડી..ફૂલ હારથી કર્યું હતું.. બાદ..પ્રાસંગિક માર્ગદર્શન શ્રી સેવંતી કાકા એ કરી પત્રકારો ને નાના મોટા ના ભેદ ભાવ ભૂલી એક થવા હાકલ કરી હતી..કાર્યક્રમ મા પ્રદેશ ઉપ્રમુખ. ગીરવાન સિહ સરવૈયા..અને વશરામભાઇ.. ગૌરાંગભાઈ પંડ્યા..હરજીભાઈ બારૈયા.સહિત મહેમાનો એ સૌ પત્રકારો ને સંગઠન મા ભેદ ભાવ ભૂલી જોડાવા હાકલ કરી હતી…સમીર બાવાણી તેમજ મોહસીન ખત્રી તથા જનકભાઈ દલાલ ની ત્રિપુટી એ સમગ્ર કાર્યક્રમ નું ફોટો વિડિયો…તેમજ લાઈવ રેકોર્ડિંગ પ્રસારણ કર્યું હતું…


સલીમભાઈ બાવાણી એ પત્રકાર એકતા સંગઠન નો પાયો નાખ્યો બાદ ની સફળતાઓ નું માર્ગદર્શન આપ્યું હતું..આં કાર્યક્રમ મા દક્ષિણ ગુજરાત ના રીટા સિંઘ..પિનાકીન ભાઈ પરમાર. હકીમ ભાઈ…તેમજ બનાસકાંઠા જોન પ્રભારી અંબાલાલ રાવલ..હેમુભાં વાઘેલા..ની ટીમ.. તેમજ હરિભાઈ વાઘ અને દિનેશભાઈ મહુવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા…


મહેસાણા – પાટણ ઝોન ૮ ના પ્રભારી શૈલેષભાઈ પરમાર..સહ પ્રભારી બળવંતસિંહ ઠાકોર.. કોર્ડીનેટર કમલેશભાઈ પટેલ.. જકિરખાન મોગલ.. હર્ષદસીહ ઠાકોર…રાજેશ ભાઈ જાદવ અને કાર્યક્રમ નું સંચાલન રાજુભાઈ એ કર્યું હતું…


પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા એ ઉપસ્થિત પત્રકારો ને સંગઠન મા શું કામ..? નું માર્ગદર્શન આપ્યું હતું..સંગઠન ની રચના અંગે માર્ગદર્શન આપી પાટણ અને મહેસાણા જિલ્લા ના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરી હતી જેમાં..મહેસાણા જિલ્લા પત્રકાર એકતા સંગઠન ના પ્રમુખ તરીકે શ્રી પરેશભાઈ દેસાઈ…તેમજ પાટણ જિલ્લા ના પત્રકાર એકતા સંગઠન ના પ્રમુખ તરીકે સર્વાનુમતે હર્ષદ ભાઈ પણ પંચોલી.(વી.ટી.વી) ની પસંદગી થતાં તેઓનું સન્માન કર્યું હતું…બંને જિલ્લા કારોબારી ની રચના સર્વાનુમતે કરવામાં આવી હતી…
આં કાર્યક્રમ મા એ.બી.પી અસ્મિતા ના વિનોદ ગજ્જર…દિલીપભાઈ ઓજા…સહિત નાઓ એ હાજરી આપી સંગઠન ની રચના ને મહોર મારી હતી…


ઉપસ્થિત પીઢ પત્રકારો નાં આશીર્વાદ..અને માર્ગદર્શન સાથે પત્રકાર એકતા સંગઠન મા વધુ પત્રકારો ને જોડવા ખાતરી આપી હતી…દેશ ૨૧ મી સદી તરફ હતાં ફાળ ભરી રહ્યો હોય અને રૂપાણી સરકાર મા પત્રકારો સરકારી ખફા દ્રષ્ટિ નો ભોગ બની ૧૮ મી સદી તરફ ધકેલાઈ રહ્યા હોય તે ખૂબ શરમ જનક બાબત ગણાય…માટે સમગ્ર ગુજરાત ના પત્રકારો સંગઠિત થવા તેમજ ભેદ ભાવ ભૂલી સંગઠન ના એક પ્રવાહ મા જોડાવા તેમજ સમસ્યાઓ નો સામનો સંગઠિત બની કરવા.પ્રદેશ અધ્યક્ષ દ્વારા હાકલ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો….
– લાભુભાઈ પી. કાત્રોડીયા..

Translate »
%d bloggers like this: