મગરવાડા વરસડા રોડ નજીક અબોલ પ્રાણીઓ,કપિરાજ ગાયને રોટલી ખવરાવતા અને ક્ષત્રિય ધર્મ નિભાવતા છાપી પોલીસ સ્ટેશન ના પી એસ આઈ એલ પી રાણા.

મગરવાડા વરસડા રોડ નજીક અબોલ પ્રાણીઓ,કપિરાજ ગાયને રોટલી ખવરાવતા અને ક્ષત્રિય ધર્મ નિભાવતા છાપી પોલીસ સ્ટેશન ના પી એસ આઈ એલ પી રાણા…

કોરોના મહામારીના સમયમાં લોકડાઉન ચાલુ થયું ત્યારથી આશરે ત્રણ માસ થી સતત કાણોદર ગામના સેવાભાવી વકીલશ્રી પ્રકાશભાઈ ધારવા દ્વારા સેવાયજ્ઞ શરૂ કરાયો છે જેમાં અલગ અલગ સેવાની કામગીરીની સાથે સાથે દર રવિવારે મગરવાડા વરસડા રોડ નજીક કપિરાજ ,ગાય,કુતરા જેવા અબોલ પ્રાણીઓ ને 10 કિલો શુદ્ધ ઘઉ ના રોટલા બનાવી ખવડાવવામાં આવે છે ત્યારે આજરોજ છાપી પોલીસ સ્ટેશન ના પી એસ આઇ એલ પી રાણા દ્વારા આજનો સંપૂર્ણ ખર્ચ આપી આ સેવાયજ્ઞ માં જોડાયા હતા.

કહેવાય છે કે ક્ષત્રિય ધર્મ પાળવો તે રાજપુતાના હાથમાં હોય છે ત્યારે એ ધર્મ પાળતા .એલ પી રાણા પોતાના ધર્મ સાથે કટિબદ્ધતા સાથે અબોલ પ્રાણીઓને ખોરાક આપી અધિકારી ની સાથે સાથે મનાવતાનો ધર્મ પણ નિભાવ્યો છે પીએસઆઈ દ્વારા માનવતાની અને અબોલ જીવ દયા ની સેવાથી ઘણા લોકો પ્રેરણા લે અને લોકો પ્રેરિત થાય અને પોતાનાથી બનતી સેવા કરે અથવા આ જે સેવાયજ્ઞ ચાલે છે

તેમાં આર્થિક મદદ કરે અને સેવાનો લાભ લઇ સેવાકીય પ્રવૃત્તિ માં જોડાય.સાથે સાથે આજ રોજ રાધનપુરના રાધે મહિલા સેવા ટ્રસ્ટ ના પ્રમુખ અલ્કાબેન પ્રજાપતિ,મગરવાડા ના સરપંચ પ્રકાશસિંહ સોલંકી અને કાણોદર ગામના અહમદ હાડા,અકબરભાઈ બંગલાવાળા પણ આ સેવાયજ્ઞ માં જોડાયા હતા અને આજે ગુરુપૂર્ણિમા પાવન અવસરે મગરવાડા ના ગાદીપતિ વિજયસોમજી મહારાજ ના આશીર્વાદ લઇ આ સેવાયજ્ઞ ટ્રસ્ટ બને એ તરફ પગલાં ભરાયા હતા વિજય સોમજી મહારાજે પણ આ ટ્રસ્ટ બને અને ખૂબ નામ કમાય અને ખૂબ સેવા કરે તેવા આશીર્વાદ આપ્યા હતા…

રિપોર્ટર ઇમરાનખાન મોગલ.

Translate »
%d bloggers like this: