દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળના નિયંત્રણ માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા દવાઓના છંટકાવ માટે માર્ગદર્શન

 

તારીખઃ-૧૮/૦૯/૨૦૧૯ માહિતી બ્યુરો, પાટણ સમાચાર ક્રમાંક-૪૨ 

દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળના નિયંત્રણ માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા દવાઓના છંટકાવ માટે માર્ગદર્શન

……………………………..

ઈયળોના ઉપદ્રવથી પાન રહીત બનતા દિવેલાના પાકમાં ઉત્પાદનમાં થતી ઘટ અટકાવવા રાસાયણિક દવાઓ અંગે માહિતી

……………………..

 

 

માહિતી બ્યુરો, પાટણ

    તાજેતરમાં ખરીફ સીઝનમાં પાટણ જિલ્લામાં સારા વરસાદના કારણે જિલ્લાના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં દિવેલાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પાકમાં ઘોડિયા ઈયળ નામની જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. જેનો નાશ ન કરવામાં આવે તો ઉત્પાદનમાં ઘટ પડવાની સંભાવના છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આ જીવાતના નિયંત્રણ હેતુ વિવિધ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.

    ઓગષ્ટ અને સપ્ટેમ્બર ઋતુમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ હોવાના કારણે દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળ નામની જીવાતનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ ઈયળો પાનની નસો સિવાય બીજો તમામ લીલો ભાગ ખાઈ પાનને ઝાંખરા જેવા બનાવી દે છે. જેના કારણે જો સમયસર આ ઈયળોનો નાશ ન કરવામાં આવે તો છોડ પાન રહિત બને છે અને ઉત્પાદનમાં ઘટ પડે છે. જિલ્લાના ખેડૂતોને ઘોડિયા ઈયળોના ઉપદ્રવથી બચવા અને ઓછા ખર્ચે નિયંત્રણ માટે તેને હાથ વડે વીણી લેવી તેમજ ખેતરમાં પક્ષીઓ બેસી શકે તે મુજબ લાકડીના ટેકા મુકવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

    આ ઉપરાંત ઈયળોની અવસ્થા મોટી હોય તો રાસાયણીક દવાના છંટકાવ દ્વારા તેના પર નિયંત્રણ લાવવા એક પંપમાં ૩૦ મી.લી. ક્વિનાલફોસ (૦.૦૫%) અથવા ૩૦ મી.લી. કલોરપાયરીફોસ (૦.૦૪%) અથવા એમાબેક્ટીન બેન્ઝોએટ (૦૫%) ઘન એક પંપમાં ૦૩ થી ૦૪ ગ્રામ દવા પાણીમાં ઓગાળી ઉભા પાકમાં ૧૫ દિવસના અંતરે બે વાર છંટકાવ કરવો. શક્ય હોય ત્યાં સુધી સવાર કે સાંજના સમયે દવાનો છંટકાવ કરવો વધુ હિતાવહ છે. દિવેલાના પાકમાં યોગ્ય માત્રામાં અને સમયાંતરે દવાઓના છંટકાવ દ્વારા દિવેલાના પાકને થતું નુકશાન અટકાવી ઉત્પાદન જાળવી રાખવા જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું છે.

………………….

 

તારીખઃ-૧૮/૦૯/૨૦૧૯ માહિતી બ્યુરો, પાટણ સમાચાર ક્રમાંક-૪૩ 

આઈ.ટી.આઈ વાગડોદ ખાતે નવા ભરતીસત્ર માટેના પાંચમા રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

………………

પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો ૨૪ સપ્ટેમ્બર સુધીમાં કરી શકશે અરજી

……………….

માહિતી બ્યુરો, પાટણ.

    પાટણ જિલ્લાના વિકાસશીલ તાલુકાઓના યુવક યુવતીઓને વ્યવસાયલક્ષી તાલીમ મળી રહે તે માટે ગુજરાત સરકારશ્રી દ્વારા સરસ્વતિ તાલુકાના વાગડોદ ખાતે સરકારી આઈ.ટી.આઈ ની સ્થાપના કરવામાં આવી છે. આઈ.ટી.આઈ વાગડોદ ખાતે ભરતીસત્ર ઓગષ્ટ – ૨૦૧૯ માં પ્રવેશ મેળવવા માગતા ઉમેદવારો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો માટે પાંચમા રાઉન્ડ માટે ૨૪ સપ્ટેમ્બર સુધીમાં ઑનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાગડોદની અખબારી યાદીમાં જણાવાયું છે.

……………..

તારીખઃ-૧૮/૦૯/૨૦૧૯ માહિતી બ્યુરો, પાટણ સમાચાર ક્રમાંક-૪૪ 

 

મકાન ભાડે આપતાં મકાન માલિકે ભાડુઆતની વિગતો

સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં આપવી ફરજીયાત

……………. 

માહિતી બ્યુરો, પાટણ 

       પાટણ જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી બી.જી.પ્રજાપતિએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ પાટણ જિલ્‍લાના તમામ શહેરી તથા ગ્રામ્‍ય વિસ્‍તારના કોઇપણ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્‍યકિત જયારે મકાન ભાડે આપે ત્‍યારે તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં મકાનો ભાડે આપતાં પહેલા મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત કયા વિસ્‍તારમાં છે, મકાન ભાડે આપવા સત્તા ધરાવતાં વ્‍યકિતનું નામ, મકાન કયારે ભાડે આપેલ છે, કઇ વ્યકિતઓને ભાડે આપેલ છે? તેમના પાકા નામ, સરનામા તથા ફોટા સાથે, મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્‍યકિતનું નામ/સરનામું તથા કોન્‍ટેકટ નંબર તથા ફોટોગ્રાફ સાથેની માહિતી સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં આપવા ફરમાન કર્યું છે.

    આ હુકમ તા.૦૧/૦૯/૨૦૧૯ના ૦૦.૦૦ કલાકથી તા.૩૧/૧૦/૨૦૧૯ના ૨૪.૦૦ કલાક સુધી બંને દિવસો સુધ્ધાન્ત અમલમાં રહેશે જેનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ વિરૂદ્ધ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

…………………….. 

તારીખઃ-૧૮/૦૯/૨૦૧૯ માહિતી બ્યુરો, પાટણ સમાચાર ક્રમાંક-૪૫ 

ઘરઘાટી કે કામદારને કામે રાખતા પહેલાં સબંધિતની માહિતી

પોલીસ સ્‍ટેશનમાં આપવી ફરજીયાત

…………….. 

માહિતી બ્યુરો, પાટણ

          પાટણ જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી બી.જી.પ્રજાપતિએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ના નં.૨)ની કલમ-૧૪૪ મુજબ પાટણ જિલ્‍લાના તમામ શહેરી તથા ગ્રામ્‍ય વિસ્‍તારના કોઇપણ માલિકે જયારે કોઇ પણ વ્‍યકિતને ઘરઘાટી તરીકે રાખવામાં આવે ત્‍યારે તે અંગેની જાણ ઘરઘાટી પૂરેપુરુ નામ સરનામું, ઘરઘાટીનું પાટણ જિલ્‍લાનું સરનામું, તેની સાથેના માણસોની વિગત, જેના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતા હોય તે માલિકનું નામ સરનામું, બે ત્રણ તમામ માલિકોના નામ સરનામા તથા ઘરઘાટી તરીકેનો સમયગાળો, બાહેંધરી અગર જેના મારફતે ઘરઘાટી તરીકે રાખેલ હોય તેનું નામ સરનામું , અગાઉ ઘરઘાટી તરીકે કામ કરેલ હોય તે માલિકનું નામ સરનામું, પાટણ જિલ્‍લામાં ઓળખીતાના નામ સરનામા તથા ટેલીફોન નંબર, વતનનું સરનામું પો.સ્‍ટે. સહીત તથા વતનમાં રહેતા તેના ભાઇ-બહેન-માતા-પિતાના નામો, પરણિત હોય તો સાસરીનું નામ સરનામું, ઘરઘાટીનું ચહેરા નિશાન ઉ.વ. ઉંચાઇ વર્ણન અભ્‍યાસ વિગેરે ફોટોગ્રાફ સાથેની માહિતી સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં આપવા ફરમાન કર્યું છે.

    આ હુકમ તા.૦૧/૦૯/૨૦૧૯ના ૦૦.૦૦ કલાકથી તા.૩૧/૧૦/૨૦૧૯ના ૨૪.૦૦ કલાક સુધી બંને દિવસો સુધ્ધાન્ત અમલમાં રહેશે જેનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ વિરૂદ્ધ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

……………………..

તારીખઃ-૧૮/૦૯/૨૦૧૯ માહિતી બ્યુરો, પાટણ સમાચાર ક્રમાંક-૪૬ 

ગેસ્‍ટ હાઉસમાં ગેસ્‍ટ તરીકે રહેનારની માહિતી

પોલીસ સ્ટેશનમાં આપવી ફરજીયાત

……………… 

માહિતી બ્યુરો, પાટણ 

પાટણ જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી બી.જી.પ્રજાપતિએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ના નં.૨)ની કલમ-૧૪૪ મુજબ પાટણ જિલ્‍લાના તમામ શહેરી તથા ગ્રામ્‍ય વિસ્‍તારના કોઇપણ હોટલ કે ગેસ્ટહાઉસ માલિકે જયારે કોઇ પણ વ્યકિતને ગેસ્ટ તરીકે રાખવામાં આવે ત્‍યારે તે અંગેની જાણ ગેસ્‍ટનું પૂરેપુરુ નામ સરનામું, તેની સાથેના માણસોની વિગત, જે ગેસ્‍ટ હાઉસમાં રોકાયા હોય તેના માલિકનું નામ સરનામું, ગેસ્‍ટ તરીકે કેટલો સમય રોકાવાના છે અને તે પછી પરત કયાં જવાના છે તેની વિગત, વતનનું સરનામું પો.સ્‍ટે. સહિત તથા વતનમાં રહેતા તેના ભાઇ બહેન માતા પિતાના નામો, પરણિત હોયતો સાસરીનું સરનામું, વિડીયોગ્રાફી કરેલ છે કે કેમ? ગેસ્‍ટ તરીકે રહેનારનું વર્ણન, અભ્યાસ વિગેરે (ઓળખી શકાય તેવી નિશાની) તેમજ આઇ.ડી.પ્રુફ, મો.નં. તથા નોકરીનું સ્‍થળ વિગેરે ફોટોગ્રાફ સાથેની માહિતી સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં આપવા ફરમાન કર્યું છે. 

આ હુકમ તા.૦૧/૦૯/૨૦૧૯ના ૦૦.૦૦ કલાકથી તા.૩૧/૧૦/૨૦૧૯ના ૨૪.૦૦ કલાક સુધી બંને દિવસો સુધ્ધાન્ત અમલમાં રહેશે જેનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ વિરૂદ્ધ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

…………………….. 

તારીખઃ-૧૮/૦૯/૨૦૧૯ માહિતી બ્યુરો, પાટણ સમાચાર ક્રમાંક-૪૭ 

રસોયા-વેઇટરને કામે રાખતાં પહેલાં સંબંધિતની માહિતી

 પોલીસ સ્ટેશનમાં આપવી ફરજીયાત

……………. 

માહિતી બ્યુરો, પાટણ    

    પાટણ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.જી.પ્રજાપતિએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪ મુજબ પાટણ જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના કોઇપણ મકાન માલિક કે હોટલ/ધાબા/રેસ્ટોરન્ટ માલિકે જયારે કોઇ પણ વ્યકિતને રસોઇયા (વેઇટર) તરીકે રાખે તો તે રસોયા(વેઇટર) નું નામ પુરું નામ સરનામું, રસોયા (વેઇટર)નું પાટણ જિલ્લાનું સરનામું, તેની સાથેના માણસની વિગત, જેના ત્યાં રસોયા (વેઇટર) તરીકે કામ કરતા હોય તે માલિકનું નામ સરનામું, બાહેંધરી અગર જેના મારફતે વેઇટર તરીકે રાખેલ હોય તેનું નામ સરનામું, અગાઉ રસોયા(વેઇટર) તરીકે કામ કરેલ હોય તે માલિકનું નામ સરનામું, પાટણ જિલ્લામાં ઓળખીતાના નામ સરનામા તથા ટેલીફોન નંબર, વતનનું સરનામું પો.સ્ટે. સહીત તથા વતનમાં રહેતા તેના ભાઇ-બહેન-માતા-પિતાના નામો, પરણિત હોય તો સાસરીનું નામ સરનામું, રસોયા(વેઇટર) ચહેરા નિશાન ઉ.વ. ઉંચાઇ વર્ણન અભ્યાસ વિગેરે (ઓળખી શકાય તેવી નિશાની) અંગેની માહિતી ફોટોગ્રાફ સાથેની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા ફરમાન કર્યું છે. 

આ હુકમ તા.૦૧/૦૯/૨૦૧૯ના ૦૦.૦૦ કલાકથી તા.૩૧/૧૦/૨૦૧૯ના ૨૪.૦૦ કલાક સુધી બંને દિવસો સુધ્ધાન્ત અમલમાં રહેશે જેનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ વિરૂદ્ધ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

…………………….. 

તારીખઃ-૧૮/૦૯/૨૦૧૯ માહિતી બ્યુરો, પાટણ સમાચાર ક્રમાંક-૪૮ 

પાટણ જિલ્‍લામાં પરપ્રાંતના ફેકટરી વર્કરો, બાંધકામ મજૂરો અને ખેત મજૂરોને કામે રાખતાં પહેલાં પોલીસને જાણ કરવી પડશે

……………. 

માહિતી બ્યુરો, પાટણ

    પાટણ જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી બી.જી.પ્રજાપતિએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪ મુજબ પાટણ જિલ્‍લાના તમામ શહેરી તથા ગ્રામ્‍ય વિસ્‍તારના કોઇપણ માલિકે જયારે કોઇ પણ વ્‍યકિતને મજુરી તરીકે રાખવામાં આવે ત્‍યારે મજુરનું પૂરેપુરુ નામ સરનામું, મજુરનું પાટણ જિલ્‍લાનું સરનામું, તેની સાથેના માણસોની વિગત, જેના ઘરે મજુર તરીકે કામ કરતા હોય તે માલિકનું નામ સરનામું, બે ત્રણ તમામ માલિકોના નામ સરનામા તથા મજુર તરીકેનો સમયગાળો, બાહેંધરી અગર જેના મારફતે મજુર તરીકે રાખેલ હોય તેનું માલિકનું નામ સરનામું, પાટણ જિલ્‍લામાં ઓળખીતાના નામ સરનામા તથા ટેલીફોન નંબર, વતનનું સરનામું પો.સ્‍ટે. સહીત તથા વતનમાં રહેતા તેના ભાઇ-બહેન-માતા-પિતાના નામો, પરણિત હોય તો સાસરીનું નામ સરનામું, મજુરનું ચહેરા નિશાન ઉ.વ. ઉંચાઇ વર્ણન અભ્‍યાસ વિગેરે, ઓળખી શકાય તેવી નિશાની, લેબર કોન્‍ટ્રાકટરનું નામ, સરનામું તથા મોબાઇલ નંબર, સાથે કરવાની રહેશે.

    આ હુકમ તા.૦૧/૦૯/૨૦૧૯ના ૦૦.૦૦ કલાકથી તા.૩૧/૧૦/૨૦૧૯ના ૨૪.૦૦ કલાક સુધી બંને દિવસો સુધ્ધાન્ત અમલમાં રહેશે જેનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ વિરૂદ્ધ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 

 

 

 

 

 

    

 

 

Translate »
%d bloggers like this: