૨૬ સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજા

 

૨૬ સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

………..

 

માહિતી બ્‍યુરો, પાટણ 

    પાટણ જિલ્‍લાનો “સ્‍વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” જિલ્‍લા કક્ષાએ કલેકટર કચેરી, પાટણ ખાતે તા.૨૬/૦૯/૧૯ના રોજ ૧૧-૦૦ કલાકે યોજાનાર છે. આ કાર્યક્રમ માટે જાહેર જનતા જિલ્‍લા કક્ષાના સ્‍વાગત કાર્યક્રમમાં પોતાના પ્રશ્ન કે રજૂઆત કરવા માંગતા હોય તેઓને પોતાનો પ્રશ્ન કચેરીના કામકાજ સમય દરમ્‍યાન તા.૧૦/૦૯/૨૦૧૯ સમય ૧૬-૦૦ કલાક સુધી કલેકટર કચેરી, પાટણ ખાતે મળે તે રીતે બે નકલમાં મોકલી આપવાનો રહેશે અને અરજદારશ્રીએ  જાતે “સ્‍વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં” ઉપરોકત તારીખ અને સમયે હાજર રહેવાનું રહેશે.

 

    આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના,  કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્‍યાયીક કે અર્ધ ન્‍યાયીક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાના રહેશે નહિ. તેમજ પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્ન રજુ કરવા નહિ આ માટે એક અરજીમાં  એકજ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે “સ્‍વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે, તેમ પાટણના નિવાસી અધિક કલેકટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

 

………………

તારીખઃ-૦૭/૦૯/૨૦૧૯    માહિતી બ્યુરો, પાટણ સમાચાર ક્રમાંક- ૧૧   

 

૨૫ સપ્ટેમ્બરના રોજ તાલુકા કક્ષાનો સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

………. 

માહિતી બ્‍યુરો, પાટણ

 પાટણ જિલ્‍લાનો તાલુકા કક્ષાનો  “સ્‍વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ “  તા. ૨૫/૦૯/૧૯ના રોજ ૧૧.૦૦ કલાકે સંબંધકર્તા મામલતદાર કચેરી, ખાતે યોજાશે. શંખેશ્વર તાલુકાનો સ્‍વાગત કાર્યક્રમ કલેકટરશ્રી, પાટણના અધ્‍યક્ષપણા હેઠળ યોજાશે. હારીજ તાલુકાનો સ્‍વાગત કાર્યક્રમ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી, પાટણના અધ્યક્ષસ્‍થાને યોજાશે. સમી તાલુકાનો સ્‍વાગત કાર્યક્રમ પોલીસ અધિક્ષકશ્રી, પાટણના અધ્યક્ષસ્‍થાને યોજાશે. તેમજ સાંતલપુર -મામલતદાર કચેરી, રાધનપુર -મામલતદાર કચેરી, સરસ્વતી -મામલતદાર કચેરી, પાટણ -મામલતદાર કચેરી, ચાણસ્મા -મામલતદાર કચેરી, સિદ્ધપુર -મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્‍વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ સંબંધિત તાલુકાના લાયઝન અધિકારીશ્રીના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવશે. અરજદારોને અરજીઓ બે નકલમાં તા.૧૦/૦૯/૧૯ સુધીમાં સબંધકર્તા મામલતદારશ્રીને મોકલી આપવા જણાવવામાં આવે છે.

આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયીક કે અર્ધ ન્યાયીક બાબતને લગતા પ્રશ્નો  તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાના રહેશે નહિ, તેમજ પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્ન રજુ કરવા નહિ. આ માટે એક અરજીમાં  એકજ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે “સ્‍વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે. તેમ પાટણના નિવાસી અધિક કલેકટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે. 

……………………

તારીખઃ-૦૭/૦૯/૨૦૧૯    માહિતી બ્યુરો, પાટણ સમાચાર ક્રમાંક- ૧૨   

 

માજી-સૈનિકો, તટરક્ષક દળના જવાનો તથા સ્વર્ગસ્થ જવાનોના સંતાનોને પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના હેઠળ ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ

………………..

www.ksb.gov.in વેબસાઈટ પર ૩૦/૧૧/૨૦૧૯ સુધીમાં કરી શકાશે ઓનલાઈન અરજી

……………….

માહિતી બ્યુરો, પાટણ.

    પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ હેઠળ ગત શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧૦ કે ૧૨, ડીપ્લોમામાં ૬૦ ટકાથી વધુ માર્ક્સ મેળવેલા હોય અને બી.ઈ., બી.ટૅક., એમ.બી.બી.એસ., બી.એડ., બી.બી.એ., એમ.બી.એ., બી.સી.એ., એમ.સી.એ., એમ.સી.આઈ., એ.આઈ.સી.ટી. અને યુજીસી જેવા વ્યવસાયો ડિગ્રી કોર્સમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા માજી-સૈનિકો, તટરક્ષક દળના જવાનો તથા સ્વર્ગસ્થ જવાનોના સંતાનોને પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. 

    પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા માટે કેન્દ્રિય સૈનિક બોર્ડ, નવી દિલ્હીની વેબ સાઈટ www.ksb.gov.in પર ઓનલાઈન અરજી કરવાની થાય છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૧૧/૨૦૧૯ છે. આ સ્કૉલરશીપ મેળવવા ઈચ્છુક માજી-સૈનિકો, તટરક્ષક દળના જવાનો તથા સ્વર્ગસ્થ જવાનોના ધર્મપત્નિઓએ www.ksb.gov.in પર પોતાનું રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરી શકે છે. આ બાબતે વધુ માહિતી માટે કેન્દ્રિય સૈનિક બોર્ડ, નવી દિલ્હીની વેબ સાઈટ www.ksb.gov.in અથવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, મહેસાણાના ટેલિફોન નંબર ૦૨૭૬૨-૨૨૦૨૩૫ પર સંપર્ક કરવો.

…………………………..

તારીખઃ-૦૭/૦૯/૨૦૧૯    માહિતી બ્યુરો, પાટણ સમાચાર ક્રમાંક- ૧૩   

પાટણ જિલ્લામાં સુલેહ શાંતિ જાળવી રાખવા હથિયારબંધી ફરમાવાઇ

…………………

માહિતી બ્યુરો, પાટણ.

આગામી ૧0 સપ્ટેમ્બરના રોજ મહોરમના તહેવારની ઉજવણી થનાર છે. રાજકીય સંગઠનો, સંસ્થાઓ, વ્યક્તિ સમુહો દ્વારા તથા સરકારશ્રી દ્વારા વિવિધ કાર્યક્રમો થતાં હોઈ આ કાર્યક્રમો દરમ્યાન સરકારશ્રી વિરૂદ્ધમાં આક્ષેપો/પ્રતિઆક્ષેપો કરી આંદોલનાત્મક કાર્યક્રમો, સરઘસ કાઢી, ધરણાં કરી, ભૂખ હડતાલ કે રેલી યોજી આવેદનપત્ર આપવાથી પાટણ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.જી.પ્રજાપતિએ હથિયારબંધી ફરમાવી છે.

ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૭(૧) મુજબ પાટણ જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં તા. ૦૧/૦૯/૧૯ ના ૦-૦૦ કલાકથી તા. ૩૦/૦૯/૧૯ના રોજ ૨૪-૦૦ કલાક સુધી બંને દિવસો સુધ્ધાંત નીચે મુજબના કૃત્યો કોઇપણ ઇસમને નહી કરવા ફરમાન કરાયું છે. જે મુજબ શસ્ત્રો, તલવાર, ભાલા, ચપ્પુ, લાકડી અથવા શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવા સાધનો કે હથિયારો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવા સામે, જલ્‍દી સળગી ઉઠે તેવા પદાર્થો બનાવવાની કે એકઠા કરવાની કે સાથે રાખી ફરવાનું કે કોઇપણ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલો લઇ જવાનું, પથ્થર અથવા પથ્થર જેવા પદાર્થો અથવા હથિયાર અગર ફેંકી શકાય તેવા સાધનો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવાનું, જુસ્સાદાર ભાષણ કરવાનું કે, નનામીઓ કે પૂતળા કાઢવાનું કે, ચાળા પાડવા કે અસભ્યતા પ્રેરે અગર નીતિનો ભંગ કરેલ તેવા ચિત્રો તૈયાર કરવાનું પ્રદર્શિત કરવા સામે, ધાર્મિક કે સામાજિક લાગણી દૂભાય તેવા સુત્રો પોકારવા સામે, અપમાન કરવાનું કે જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવાનું, અશ્લીય ગીતો ગાવાનું કે ટોળામાં ફરવાનું, માણસનું મડદું આકૃતિ અગર પ્રતિમા પ્રદર્શિત કરવા સામે, નીતિનો ભંગ કરે તેવું ભાષણ કરવા સામે મનાઇ ફરમાવી છે. 

આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ વિરૂદ્ધ સબંધિત વિસ્તારના મામલતદાર વ એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરી મુંબઈ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) તથા આઈ.પી.સી.ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 

પોતાની ફરજ અંગે ઉપરી અધિકારીના હુકમ પ્રમાણે હથિયાર રાખવા પડતા હોય તેવા સરકારી કર્મચારીઓને, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પાટણ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, પાટણ/રાધનપુર/સમી/સિધ્ધપુર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, પાટણ, વિભાગીય પોલીસ અધિકારીશ્રીઓ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રીઓ તથા કોઇ પોલીસ અધિકારીશ્રીએ શારીરિક અશકિતના કારણે લાકડી અગર સોટી રાખવાની પરવાનગી આપી હોય તેવા વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.

……………………..

તારીખઃ-૦૭/૦૯/૨૦૧૯    માહિતી બ્યુરો, પાટણ સમાચાર ક્રમાંક- ૧૪   

પાટણ જિલ્લામાં સભા-સરઘસબંધીનું ફરમાન

………………………..

માહિતી બ્યુરો, પાટણ  

    આગામી ૧0 સપ્ટેમ્બરના રોજ મહોરમના તહેવારની ઉજવણી થનાર છે. રાજકીય સંગઠનો, સંસ્થાઓ, વ્યક્તિ સમુહો તથા સરકારશ્રી દ્વારા વિવિધ કાર્યક્રમો થતા હોઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.જી.પ્રજાપતિએ પાટણ જિલ્લાનાં તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સુલેહશાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સારૂ સાવચેતીના પગલાં તરીકે સભા-સરઘસબંધી ફરમાવી છે. 

    ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની (સને. ૧૯૫૧ના ૨૨) ની કલમ-૩૭ (૩) મુજબ પાટણ જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં તા.૦૧/૦૯/૧૯ ના ૦૦-૦૦ કલાકથી તા.૧૫/૦૯/૧૯ ના ૨૪-૦૦ કલાક સુધી કોઇપણ સરઘસ કે ચાર કરતાં વધુ વ્યક્તિઓની મંડળી માટે સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ધરણા, ભુખ, હડતાલ, રેલી કાઢી રેલીના સ્વરૂપે આવી આવેદનપત્ર આપવા મનાઇ ફરમાવી છે. તેમજ પાટણ જિલ્લાના વિવિધ સંગઠનો/સંસ્થાઓ તથા કર્મચારીઓ ધરણા તથા ભુખ હડતાલ પર બેસવા માટે મનાઈ ફરમાવી છે. 

    આ આદેશ ફરજ ઉપર હોય તેવી વ્યક્તિઓને, કોઇ લગ્નના વરઘોડાને, કોઇ સ્મશાન યાત્રાને, સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ મંજૂરી મેળવેલ સમારંભ કે સરઘસને, ચૂંટણીની કાયદેસરની પ્રક્રિયાને લાગુ પડશે નહીં. જેના ચુસ્ત અમલ તાકીદે કરાઇ છે. આ હુકમના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

………………………

 

Translate »
%d bloggers like this: