જન અધિકાર મંચ દ્વારા પાટણ જિલ્લામાં 10000 થી વધારે વડ પીપળના રોપાનું વિનામૂલ્યે કરવામાં આવશે વિતરણ :- સુધીર ઠકકર

જન અધિકાર મંચની ટીમ દ્વારા 10000 થી વધારે રોપાનું વિતરણ કરવાનું વિચારી સાચા અર્થમાં વિસ્તાર ના હિત વિચારવામાં આવ્યું

પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકાઓમાં વરસાદ જરૂરિયાત કરતા ઓછો થાય છે અને અનેક વખત આ વિસ્તારોએ દુષ્કાળનો પણ સામનો કરવો પડ્યો છે જેમના કારણે આ બને તાલુકાઓ પાણીની અછતના કારણે વિકાસથી વંચિત છે ત્યારે આ બન્ને તાલુકાઓને વિકાસ ની હરોળમાં લાવવા હોઇ તો આ વિસ્તારોને વધારે ખેતીલાયક પાણીની જરૂરિયાત છે અને એ જરૂરિયાત ત્યારે જ પૂરી થઈ શકે જ્યારે જરૂરિયાત મુજબનો વરસાદ આ વિસ્તારોમાં થાય અને જરૂરિયાત મુજબના વરસાદને લાવવા માટે આ વિસ્તારમાં વૃક્ષો વાવી વિસ્તારને હરિયાળો કરવાની જરૂરિયાત છે,તેમજ વિસ્તારને હરિયાળો બનાવવાથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન, વરસાદ,પશુ પક્ષી,શુદ્ધ પર્યાવરણ,ઔષધી,વિસામો,જમીનની ફળદ્રુપતા,પાણીના તળ ઉપર આવવા,જમીનમાંથી ક્ષાર દૂર થવા જેવા અનેક લાભ વિસ્તારને મળે છે

ત્યારે સાંતલપુર અને રાધનપુર વિસ્તાર વૃક્ષોથી હરિયાળો બને ,જરૂરિયાત મુજબનો વરસાદ થાય અને વિસ્તારના લોકો વિકાસની હરોળમાં આવે એ હેતુથી જન અધિકાર મંચ મારફત 10000 જેટલા વડ અને પીપળના રોપાનું 22 અને 23 તારીખે વારાહી બસ સ્ટેન્ડ ખાતે અને 24,25 તારીખે રાધનપુર બસ સ્ટેન્ડ ખાતે વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે તમામ વૃક્ષપ્રેમી જનતા આ જગ્યાએથી રોપા લઈ જઈ એમની રોપણી કરી ,ઉછેર કરી અને આ વિસ્તાર ને વૃંદાવન બનાવવામાં ,વિસ્તારને દુષ્કાળથી બચાવવા આ ભગીરથ કાર્યમાં જોડાવા પાટણ જિલ્લાના જન અધિકાર મંચના પ્રમુખ સુધીરભાઈ ઠકકર દ્વારા સાંતલપુર અને રાધનપુરના લોકોને અપીલ કરવામાં આવી ,આ કાર્યક્રમમાં મલેક જાહિદ ખાન કારોબારી ચેરમેન તાલુકા પંચાયત સાંતલપુર, મલેક અલીપ ખાન સરપંચ વારાહી સુધીરભાઈ ઠકકર સહિત જન અધિકાર મંચના અન્ય હોદેદારો બાબુભાઈ આહીર ( વૌવા સરપંચ) , ડો મહેન્દ્ર આહીર, બાબુભાઈ આહીર ( અબી યાણા ) ,
href=”https://livecrimenews.com/wp-content/uploads/2019/05/jpj-logo.jpg”>

મલેક સમાજ ના અગ્રણી તેમજ સમાજ સેવક ઇકબાલભાઇ મલેક
આર પી આહીર,બાબુભાઈ ડી આહીર,મુકેશભાઈ જોષી, નાથા ભાઈ ઠાકોર,હેમંતભાઈ આહીર, જીવણભાઈ આહીર,દિનેશભાઈ ડાંગર, અશ્વિનભાઈ ચૌધરી,મહેશભાઈ ચૌધરી અને કેતનભાઈ રાવલ પણ જોડાશે અને અન્ય કોઈ લોકો જોડાવા માંગતા હોય તો એ પણ જોડાય શકે છે
જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ અને સફળ આંદોલનકારી એવા પ્રવીણભાઇ રામ દ્વારા આ કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો અને એમના દ્વારા જણાવવામાં આવ્યું કે દરેક સમસ્યાનું નિરાકરણ કરવા માટે સરકારને તો રજૂવાતો થતી જ હોય છે પરંતુ સમસ્યાનું અમુક અંશે નિરાકરણ કરવું એ આપણા હાથ માં પણ હોઇ છે અને એટલા માટે બીજા પાસે માંગણી કરતા પહેલા આપણાથી જેટલું શક્ય બનતું હોય એટલું કરવું જોઈએ, ત્યારે આ વાતને પાટણ જિલ્લાની જન અધિકાર મંચની સમગ્ર ટીમ સાર્થક કરવા જઈ રહી છે, દુષ્કાળ,પાણીના પ્રશ્નો અને વિકાસ માટે સરકારમાં વાતો રજૂ કરતા પહેલા સાંતલપુર અને રાધનપુર તાલુકામાં 10000 થી પણ વધારે વડ પીપળના રોપાનું વિના મૂલ્યે વિતરણ કરી સાચા અર્થમાં સાંતલપુર અને રાધનપુરના લોકોની ચિંતા જિલ્લા પ્રમુખ સુધીરભાઈ ઠકકર અને જન અધિકાર મંચના તમામ હોદેદારોએ કરી છે એવું પ્રદેશપ્રમુખ અને સફળ આંદોલનકારી એવા પ્રવીણભાઇ રામે જણાવ્યું અને આવનારા સમયમાં જનતાના હિત માટે હજુ વધુ સારા કામો આ ટીમ દ્વારા થશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો

Translate »
%d bloggers like this: