*કેન્દ્રીય મંત્રી શ્રીમનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પાલીતાણા તાલુકાના ઘેટી ગામે ખેડૂત શિબિર તથા વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમ યોજાયો*

*કેન્દ્રીય મંત્રી શ્રીમનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પાલીતાણા તાલુકાના ઘેટી ગામે ખેડૂત શિબિર તથા વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમ યોજાયો*


*ખેડૂતો કૃષિનું યોગ્ય આયોજન અને મહેનત કરે, સરકાર પણ તમામ રીતે મદદરૂપ થવા તૈયાર – મંત્રી શ્રીમાંડવીયા*

ભાવનગર,૧૨ પાલીતાણા તાલુકાના ઘેટી ગામે ઇફકો દ્વારા આયોજિત ખેડૂત શિબિર તથા વૃક્ષારોપણ અભિયાનના કાર્યક્રમમાં ભારત સરકારના રસાયણ ખાતર અને શિપિંગ મંત્રાલયનો હવાલો સંભાળતા મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે મંત્રીશ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે યુરિયા તેમજ રસાયણિક ખાતરથી જમીનને નુકસાન થાય છે તેથી ઇફકો દ્વારા નવ સંશોધિત નેનો ફર્ટીલાઇઝર ખાતર ને આગામી દિવસોમાં સમગ્ર દેશના ૧૧,૦૦૦ ખેડૂતોની જમીનમાં ઉપયોગમાં લઇ નવતર પ્રયોગ હાથ ધરાશે જેથી ખેડૂતોને અડધી કિંમતમાં ગુણવત્તાયુક્ત ખાતર ઉપલબ્ધ થશે તેમજ ખેડૂતોના સમય તેમજ શ્રમમાં પણ ઘટાડો થશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો કૃષિ બાબતનું યોગ્ય આયોજન તથા મહેનત કરે બાકી તમામ રીતે ખેડૂતોને મદદરૂપ થવા સરકાર હર હંમેશ તૈયાર છે. સરકારશ્રી દ્વારા આપવામાં આવતા લાભો બાબતે સૌ ખેડૂતો જાગૃત થાય અને ઉપલબ્ધ તમામ લાભો લઇ કૃષિ વિકાસમાં આગળ વધે.

આ પ્રસંગે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘેટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુકવામાં આવેલ ૧૦ લાખની કિંમતના હેલ્થ મશીનનું પણ મંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું તેમજ આરોગ્ય વિભાગ ભાવનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ જિલ્લાના સ્વાસ્થ્ય અંગેના આંકડાઓ રજૂ કરતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યોજવામાં આવેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ ૧૦ ગામના સરપંચોને બે હજારથી વધુ વૃક્ષો તેમજ ૫૦૦ થી વધુ પાંજરાઓ ઇફકો દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ મંત્રી શ્રીમાંડવીયા તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ આ પ્રસંગે ઘેટી ગામે વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં ઇફકોના વાઇસ ચેરમેન તથા પૂર્વ કૃષિમંત્રી શ્રીદિલીપભાઇ સંઘાણી, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રીમહેન્દ્રસિંહ સરવૈયા, ગારીયાધારના ધારાસભ્ય શ્રીકેશુભાઇ નાકરાણી, ઇફકો લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જી.એસ.અવસ્થી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો, કૃષિ મંડળીના સભાસદો તેમજ બહોળી સંખ્યામાં ઘેટી તથા આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Paresh Chauhan

Paresh Chauhan

Paresh.M.Chauhan at>Umarda -364740 ta>Gadhada dist> Botad Mo>9723743776>9106899239 Pareshchauhan503@gmail.com

Read Previous

દ્વારાઆજરોજ નખત્રાણા જી એમ ડી સી કુમાર છાત્રાલય

Read Next

આજે નખત્રાણા તાલુકા નાં ટોડીયા ફાટક પાસે ટ્રક માલિકોએ દેખાવ સાથે ધરણાં કરતાં ફરીએકવાર આર્ચીયન કમ્પની અને ટ્રક માલિકો વચ્ચેનો વિવાદ સપાટી ઉપર આવી ગયો છે

Translate »
%d bloggers like this: