દેશી તમંચા સાથે એક ઇસમને સણોસરા ખાતેથી ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.

💫 *દેશી તમંચા સાથે એક ઇસમને સણોસરા ખાતેથી ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.*


——————————————————
💫 જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો બાબતે માહિતી મેળવી આવા ઇસમોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હતી જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ રાત્રીના સણોસરા બસ સ્ટેશન પાસેથી તાલુકો શિહોર ખાતેથી *આરોપી દિલીપભાઇ નારૂભાઇ જાદવ ઉ.વ.૪૪ રહેવાસી સણોસરા મેઇન બજાર તા. શિહોર જી. ભાવનગર* વાળાને એક દેશી બનાવટના ડબલ ટ્રીગરવાળા તમંચા સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. શાખાના પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ એમ. ઉલવાએ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. અને આગળની તપાસ સોનગઢ પોલીસ ચલાવી રહી છે.
💫 આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ.શ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા જગદીશભાઇ મારૂ તથા બાવકુદાન ગઢવી તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ જોડાયા ડ્રાઇવર ભોજાભાઇ જોડાયા હતા.

Translate »
%d bloggers like this: