વડોદરા / દારૂનો ધંધો કરતા પરિવારના ઝઘડામાં છોડાવવા પહોંચેલા LRD જવાન પર હુમલો

વડોદરા / દારૂનો ધંધો કરતા પરિવારના ઝઘડામાં છોડાવવા પહોંચેલા LRD જવાન પર હુમલો

પોલીસ જવાન પેટ્રોલિંગની નાઇટ ડ્યુટી પૂરી કરી ઘરે જતો હતો
હુમલા અંગે અનેક ચર્ચાઓ, ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તપાસ

વડોદરાઃ શહેરના દાંડિયા બજારમાં રેવા હોસ્પિટલ પાસે દારૂનો ધંધો કરતા પરિવાર વચ્ચે વહેલી સવારે ઝઘડો ચાલતો હતો. તે દરમિયાન પહોંચેલા રાવપુરા પોલીસ મથકના પી.સી.આર. વાન ચાલક એલ.આર.ડી. જવાન પર હુમલો થતાં ગંભીર ઇજા પહોંચી હતી. લાખંડની પાઇપ અને પ્લાસ્ટીક પાઇપ દ્વારા થયેલા હુમલામાં માથામાં છ ટાંકા આવ્યા છે. ઇજા પામેલ પોલીસ જવાનને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઝઘડો ચાલતો હોવાની વર્ધી મળી હતી

રાવપુરા પોલીસ મથકમાં એલ.આર.ડી. તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ ડાહ્યાભાઇ ભાટીયા (ઉં.23) પી.સી.આર. વાનના ચાલક છે. દિનેશ ભાટીયા દિવાળીની રાત્રિ પેટ્રોલિંગની ડ્યુટીમાં હતા. વહેલી સવારે 5 વાગ્યાના સુમારે તેઓ અને સાથી એલ.આર.ડી. જવાન અનિરૂધ્ધસિંહ ચંદુભાઇ રેવા હોસ્પિટલ પાસે ફરજ ઉપર હતા. દરમિયાન તેઓને પોલીસ કંટ્રોલમાંથી રેવા હોસ્પિટલ પાસે ઝઘડો ચાલતો હોવાની વર્ધી મળી હતી.

પ્લાસ્ટીક અને લોખંડની પાઇ

Translate »
%d bloggers like this: