વડોદરામાં પોલીસનો રોફ જમાવીને પૈસા પડાવતા બે આરોપી ઝડપાયા, 36 લોકોને શિકાર બનાવ્યા વડોદરા શહેરમાં નકલી પોલીસ બનીને રૂપિયા પડાવતા બે આરોપીઓની કારેલીબાગ પોલીસે ધરપકડ કરી છે.

વડોદરામાં પોલીસનો રોફ જમાવીને પૈસા પડાવતા બે આરોપી ઝડપાયા, 36 લોકોને શિકાર બનાવ્યા વડોદરા શહેરમાં નકલી પોલીસ બનીને રૂપિયા પડાવતા બે આરોપીઓની કારેલીબાગ પોલીસે ધરપકડ કરી છે. પોલીસ સમક્ષ બંને આરોપીઓએ પોલીસનો રોફ જમાવીને 36 લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની કબૂલાત કરી છે. અને પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પૂછપરછમાં બંને આરોપીઓએ કબૂલાત કરી
વડોદરા શહેરની કારેલીબાગ પોલીસને ફરિયાદ મળી હતી કે, આફતાબ અહેમદ હુસેન શેખ(22) (રહે, નાગરવાડા, વડોદરા) અને શાહરૂખ અમાન ઉલ્લાખાન પઠાણે(22) (રહે, મુસ્લીમ મહોલ્લો, નવાપુરા, વડોદરા) એક વ્યક્તિ પાસે પોલીસ હોવાનો રોફ જમાવીને ડોક્યુમેન્ટ ચોરી કરીને આવ્યો છે, તેવી ધમકી આપીને 7500 રૂપિયા પડાવી લીધા હતા. આ ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. બંને આરોપીઓ ભૂતડીઝાપા બાળ-ગોકુલમ પાસે બાઇક પર બેઠા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે બંને આરોપીઓને પકડીને આકરી પૂછપરછ કરતા બંને આરોપીઓએ નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવતા હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે એક બાઇક, 3 મોબાઇલ અને 20,500 રૂપિયા રોકડા જપ્ત

Translate »
%d bloggers like this: