ગુજરાત માહિતી બ્યુરો

માહિતી ભવન, કલેકટર કચેરી કંપાઉન્‍ડ, ગોધરા જિ. પંચમહાલ

Phone No. ૦૨૬૭૨-૨૫૧૧૧૧, ૨૪૯૧૧૧ Fax No. ૨૪૨૪૯૩

Email:- cdmo-pan@gujarat.gov.in, ddigodhra@gmail.com

website : www.gujaratinformation.net

   

 

16.09. 2019 PRESSNOTE- 03 PANCHMAHAL

તા. ૧૬/૦૯/૨૦૧૯                                                       સ.સં. ૩૧૮                                              

પંચમહાલ જિલ્લા કક્ષાનો નમામિ નર્મદે મહોત્સવ 

ગોધરાના ત્રિમંદિર ખાતે યોજાશે

મોટી કાંટડી, નર્મદા કેનાલ ખાતે નર્મદા નીરના

 વધામણા અને પૂજનનો કાર્યક્રમ 

સમગ્ર જિલ્લામાં સવારે “સ્વચ્છતા હી સેવા” રેલી

  અને સામૂહિક સફાઈના કાર્યક્રમો યોજાશે 

 

 

————————————————————————————————— 

ગોધરા, સોમવારઃ      ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ પૂર્ણ કક્ષાએ ભરાવાના શુભ પ્રસંગે યોજાઈ રહેલા નમામિ નર્મદે મહોત્સવની સમગ્ર રાજ્યમાં થનાર ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગુજરાત પોલિસ આવાસ નિગમના ચેરમેન શ્રી ડી.ડી. પટેલના અધ્યક્ષસ્થાને  ગોધરાના ત્રિમંદિર ખાતે યોજાશે. સવારે ૮ કલાકે વિવિધ રૂટો પર “સ્વચ્છતા હી સેવા” રેલી તેમજ પ્લાસ્ટિક મુક્ત પંચમહાલ ઝુંબેશ અંતર્ગત સમૂહ સફાઈના કાર્યક્રમો સાથે આ કાર્યક્રમની શરૂઆત થશે. ત્યારબાદ ગોધરા તાલુકાની મોટી કાંટડી ખાતે આવેલ નર્મદા કેનાલ પર મા નર્મદાના નીરના વધામણા અને સામૂહિક આરતીનો કાર્યક્રમ યોજાશે. 

મહોત્સવ અંતર્ગત ત્રિમંદિર ખાતે યોજાનારા કાર્યક્રમમાં મા નર્મદાના નીરથી ભરેલા જળ કળશોનું પૂજન અને નર્મદા અષ્ટકમનું ગાન કરવામાં આવશે. નર્મદા મૈયા પર બનેલ એક લઘુ ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિતજનો પોતાના દેશ અને પૃથ્વીને પ્લાસ્ટિકના પ્રદૂષણથી બચાવવાના તેમજ સ્વચ્છતાના શપથ લેશે. કાર્યક્રમના અંતમાં મહાનુભાવોના વરદહસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે.  

 

Translate »
%d bloggers like this: