કોરોના વાયરસને લડવા માટે લોકડાઉનની જાહેરાતના ચાર દિવસે પંચમહાલ જીલ્લામાં કોઈ ચિંતાનું કારણ નથી

*કોરોના વાયરસને લડવા માટે લોકડાઉનની જાહેરાતના ચાર દિવસે પંચમહાલ જીલ્લામાં કોઈ ચિંતાનું કારણ નથી.*

કોરોના વાયરસને લડવા માટે લોકડાઉનની જાહેરાતના ત્રીજા દિવસે પંચમહાલ જીલ્લામાં કોઈ ચિંતાનું કારણ નથી. ગોધરા સહિતના વિસ્તારોમાં જડબેસલાક બંધ રહેવાની સાથે કાયદો અને વ્યવસ્થા સંભાળતા પોલીસની કામગીરીને ઠેરઠેર નાકાબંધીને સફળતા મળી છે.

છેલ્લા કેટલાક દિવસ થી દેશભરમાં કોરોના વાયરસની મહામારી જાહેર થયા બાદ ગુજરાતમાં પણ દિવસે દિવસે નવા કેસ નોંધાઈ રહેતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળે છે. પંચમહાલમાં પણ મહામારીના ભરડો હાલ બ્રેક મારતા શંકાસ્પદ ૪૩ એટલે કે વિદેશી યાત્રિકોને હોમ કોરોન્ટાઈલ હેઠળ આરોગ્ય વિભાગ બાજ નજર રાખતા કોઈ ચિંતાનું કારણ જણાતું નથી અને નવા રોગ પણ સામે ન આવતાં એક સારા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકડાઉનની જાહેરાતના ત્રીજા દિવસે પંચમહાલ જીલ્લામાં જડબેસલાક બંધ જોવા મળ્યો છે. કોરોના વાયરસ સામે લડવા માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. જેમાં ૩૦ લાખની ગ્રાન્ટ વધુ ફાળવવામાં આવતાં સિવિલ હોસ્પિટલ તંત્ર જાગૃત બનીને સ્ટાફ માટે વધુ માસ્ક ખરીદવા માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ઘરાઈ હાથ ધોવા માટે સેનેટાઈઝરના જથ્થાની ખરીદી થશે. ઠેરઠેર સાફ સફાઈ હાથ ધરાઈ, આઈશોલેશન વોર્ડના લાઈફ સ્પોર્ટ સિસ્ટમની કાર્યક્ષમતાની ચકાસણી કરાઈને રોગ સામે નિદાન કરવા કાર્યદક્ષત હોવાનું પુરવાર થઈ રહ્યું છે.
જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય તંત્ર દ્વારા ઘેર ઘેર ફરીને સર્વેલન્સ હાથ ધરવાના અભિયાને તેજી પકડી છે. તો બીજી તરફ ગોધરા શહેરમાં લોકડાઉનની સ્થિતિ અને કાયદો જળવાઈ રહે તે માટે વિવિધ વિસ્તારો જેવાં કે, ચર્ચ બસ સ્ટેન્ડ, ભુરાવાવ, પાંજરાપોળ, હોળી ચકલા, જહુરપુરા, ગોન્દ્રા,પોલનબજાર, પટેલવાડા, બામરોલી રોડ સહિતના વિસ્તારોમાં પોલીસ ૨૪ કલાક સ્ટેન્ડ બાય રહીને આવતા જતા વાહન તથા લોકોની સઘન તપાસ કરી રહી છે. બિનજરૂરી ટહેલવા નિકળતા ગોધરાના યુવાવર્ગને સમજાવીને પરત ઘરે ફરવા અપીલ કરાઈ રહી છે. વહેલી સવારે પોલીસની ધ્યાને આવતા આવા બિનજરૂરી ટહેલવા નિકળેલા લોકોને સમજાવવા છતાં ન માનતાં જીભાજોડી કરનાર સામે પોલીસે દંડાવાળી કરી હતી. પોલીસની દંડાવારી કરવાની કામગીરીને લઈને સમગ્ર ગોધરા શહેરમાં કડક સંદેશો પ્રસરતા આવતા એકલ દોકલ જતા લોકોએ પોલીસની કામગીરીના ડરને લઈને ઘરે જ કેદ રહેવાનું મુનાસીબ માન્યું હતું. સવાર બાદ ચર્ચ, સૈયદવાડ સહિતના અન્ય વિસ્તારોમાં પોલીસની કડક કામગીરી બાદ અન્ય ટહેલવા નિકળેલા લોકો પણ સ્વંયભૂ પરત ઘરે ફરતા અવરજવર નહિવત બની હતી. લોકડાઉનના ત્રીજા દિવસે પણ ગોધરા પોલીસે કરેલી કડક કામગીરીને લઈને જનતા કરફયુમય માહોલ જળવાઈ રહેતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો પોલીસે આવી મહામારી વચ્ચે ખડેપગે ફરજ બજાવીને રોગચાળા સામેની લડાઈમાં ફાળો આપી રહ્યા છે. પંચમહાલ જીલ્લામાં હાલ કોઈ ચિંતાનું કારણ ઊભું થયું નથી. માત્ર વિદેશી લોકોને કોરોન્ટાઈલ હેઠળ ઘરમાં કેદ રહેલા છે. નવા કેસ નહીં નોંધાતા તંત્ર હાશકારો અનુભવી છે. ધીરે ધીરે કોરોન્ટાઈલ કેસ આગળ વધતા નહીં હોવાથી સ્થિતિ નિયંત્રણમાં રહેવા પાછળ પોલીસની કામગીરી કારગત અને અસરકારક સાબિત થઈ છે. પોલીસે ઠેરઠેર અવરજવર ઉપર પ્રતિબંધ ચુસ્તપણે અમલ હાથ ધરીને કોઈપણ શેહશરમ રાખી નથી. લોકોને આવી પરિસ્થિતિમાં ઘરમાં કેદ જ રહેવાનો જ શ્રેષ્ઠ વિકલ્પ હોવાનો સંદેશો આપનારને પંચમહાલ પોલીસે આ કોરોના વાયરસને નાબૂદ કરવામાં તેઓની ભૂમિકા કોઈ કમ નથી. પોલીસની ચુસ્ત લોકડાઉનને અમલ કરવામાં કરેલી કામગીરી સરાહનીય છે. . કારણ કે, એકપણ શંકાસ્પદ કેસ નોંધાયો નથી. પોલીસ સાથે આરોગ્ય ટીમ ને શ્રેય જાય તેવું માની શકાય છે. આગામી સમયમાં પણ પોલીસનો સાથ-સહકાર આપવા ગોધરા સહિતના જીલ્લાવાસીઓને અપીલ કરી રહ્યું છે.

પંચમહાલ બ્યુરો ચીફ ,સોહીલ શેખ

Translate »
%d bloggers like this: