ગોધરા એલ.સી.બી. પોલીસે નાકાબંધી દરમ્યાન કુલ કિ.રૂ.૨,૦૮,૮૦૦/- નો ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને આઇસર ટેમ્પા સાથે ઝડપી પાડ્યો

પંચમહાલ ગોધરા રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી એમ.એસ. ભરાડા સાહેબશ્રી નાઓએ પોલીસ અધિક્ષકશ્રી ડૉ. લીના પાટીલ સાહેબને આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષકશ્રી ડૉ. લીના પાટીલ સાહેબ નાઓએ અત્રેના જિલ્‍લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્‍ત નાબુદ કરવા સારૂ શ્રી ડી.એન. ચુડાસમા પોલીસ ઇન્‍સ્‍પેક્ટર એલ.સી.બી.ગોધરા નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ શ્રી એન. એમ. રાવત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો ઓફીસે હાજર હતા દરમ્યાન પોલીસ ઇન્‍સ્‍પેક્ટરશ્રી ડી.એન. ચુડાસમા નાઓને ખાનગી બાતમીદાર દ્રારા ચોક્કસ બાતમી મેળલી કે, એક મરૂન કલરનો આઇસર ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર-

જી.જે.૧૯.ટી.ર૮૯૧ નાની બોડીના નીચેના ભાગે ગુપ્તખાનુ બનાવી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો સંતાડી ભરી દાહોદ જિલ્લાના લીમડી તરફથી નિકળી લીમખેડા, ભથવાડા ટોલનાકા થઇ ગોધરા થઇ આણંદ તરફ જવા નિકળેલ છે. તેવી ચોકકસ બાતમી આધારે પરવડી પાંજરાપોળની સામે નાકાબંધી કરી વાહન ચેકિંગ ચાલુ હતુ તે દરમ્યાન મળેલ બાતમી મુજબનો આઇસર ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર-જી.જે.૧૯.ટી.ર૮૯૧ ગાડી મળી આવતા તેને રોકવા ઇશારો કરતા આઇસર ટેમ્પાનો ચાલક ગાડી સાઇડમાં લઇ ઉભી કરેલ અને આઇસર ટેમ્પામાં શુ ભરેલ છે? કયાંથી કયા જવાનુ છે? તેવુ પુછપરછ કરતા પ્રથમ આઇસર ટેમ્પામા અનાજ ભરેલ હતુ જે ખાલી કરવા દાહોદ ગયલો અને દાહોદ અનાજ ખાલી કરી પરત આણંદ જાઉ છુ. તેવુ જણાવી ગલ્લાતલ્લા કરતો હોય જેથી આઇસર ટેમ્પામા જોતા બોડીનો ભાગ ખાલી હોય અને બોડી ઉપસેલી હોય જેથી આઇસરના ચાલકને વિશ્વાસમા લઇ પુછપરછ કરતા ટેમ્પાની બોડીના નીચે બીજી અલાયદી બોડી બનાવી ગુપ્ત ચોરખાનામા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ભરેલ હોવાનુ જણાતા આઇસર ટેમ્પા લઇને અત્રેની એલ.સી.બી. ઓફિસે લાવી આઇસર ટેમ્પાના ગુપ્ત ચોરખાનાના બોલ્ટ ખોલી જોતા તેમા ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ તથા છુટા ક્વાટરીયા તથા બીયરના ટીન ભરેલ હોય જે બહાર કાઢી ગણી જોતા

તેમા નાની-મોટી બોટલો નંગ-૨૨૮૦ જેની કુલ કિ.રૂા.૨,૦૮,૮૦૦/- તથા આઇસરની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા પકડાયેલ આરોપીની અંગ ઝડતી માંથી મળેલ મોબાઇલ કી.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૭,૦૯,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પાસ પરમીટ વગર હેરાફેરી કરી વહન કરી લઇ આવતા

પ્રકાશચન્દ્ર હિરાલાલ માલી રહે.કપાસણ બડાતલાવ તા.કપાસણ જિ.ચિત્તાડગઢ (રાજસ્થાન) નાઓને પકડી પાડી તેઓના વિરૂદ્ધ તથા બીજા અન્ય ઇસમો વિરદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એકટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: