પાંચ વર્ષથી શારીરીક માનસીક ત્રાસ આપવાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓન ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ

જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે ભાવનગર મહિલા પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નંબર ૦૫/૨૦૧૫ I.P.C. કલમ ૪૮૯(ક) વિગેરે મુજબ ગુન્હાના કામે છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી ઇદ્રીશ હાજી અઝીજભાઇ કાસમાની જાતે મેમણ ઉ.વ.૩૫ રહેવાસી ભાવનગર વડવા વોશીંગઘાટ કોળીવાડનો ખાંચો હાલ મુંબઇ નંબર ૩ પાટીલબાગ ચાલ, સ્મશાન ભુમીની બાજુમાં ચરણીપાડા કૌસા થાણે, મુંબઇ મહારાષ્ટ્ર વાળો ધોરાજી-જેતપુર રોડ શક્તિ ટ્રાવેર્લ્સની ઓફિસ સામેથી ધોરાજી ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી મહિલા પોલીસ સ્ટેશન ભાવનગર ખાતે સોપી આપેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. યુસુફખાન પઠાણ તથા પ્રદિપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલ જોડાયા હતા.

Translate »
%d bloggers like this: