ભાવનગર જિલ્લાના સમસ્ત પાલિવાલ બ્રાહ્મણ ભાઈઓ જોગ સંદેશ

ભાવનગર જિલ્લાના સમસ્ત પાલિવાલ બ્રાહ્મણ ભાઈઓ જોગ સંદેશ

પાલિવાલ હોવું એક સ્પંદન છે. ઉજ્જવળ, ભવ્ય અને ભાતીગળ ઇતિહાસ અને વારસો જે આપણી મૂડી છે. જે જ્ઞાતિ માં જન્મ્યા છીએ. તે આપણામાં ગૌરવ નિર્માણ કરે છે.
બળેવના દિવસે પાલી (રાજસ્થાન)માં સામૂહિક હત્યાકાંડ તે આપણા ઈતિહાસ નું કાળું પાનું છે. આટલા વર્ષો પછી પણ આપણે તે માટે આઘાત અને અફસોસ ની લાગણી ધરાવીએ છીએ. વર્ષો સુધી આપણે તે પર્વ ઉજવણી કરી નહીં.કે જેનાથી આપણે આપણી ધરોહર થી જોડાયેલા રહીએ. પરંતુ જ્ઞાતિના પ્રજ્ઞાવાન વડીલોના મતાનુસાર બળેવ ના દિવસે જ જનોઈ બદલાવવા માં આવે તેનું ધાર્મિક મહત્વ છે. અને જ્યારે શું કરવું ?તે પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે ધર્મઆજ્ઞા જ પ્રમાણ ગણાય. આથી બળેવ ના દિવસે જ જનોઈ બદલવા માં આવે તે ધાર્મિક દ્રષ્ટિએ યોગ્ય છે આથી આ વર્ષે એક મોટા સમૂહમાં એક મેળાવડા તરીકે જનોઈ બદલવા માટે ટિમાણા ત્રિવેણી મહાદેવ શેત્રુજી નદીના પટમાં ભેગા થઈએ તેવું આયોજન કરેલ છે.
શ્રાવણ સુદી પૂનમ ના દિવસે સવારના 8.30 કલાક સુધી જ શ્રાવણી નક્ષત્ર છે. આથી શ્રાવણ સુદી 14 ચૌદસ ના દિવસે સવારના 8.30 કલાકથી બેસે છે આથી શ્રાવણ સુદી 14 અને બુધવાર તા.14/8/19ના સવારે 9.00 કલાકે રાખેલ છે. તેમાં બહોળી સંખ્યામાં માં જ્ઞાતિજનો હાજર રહી વિધિ સહ જનોઈ બદલવા પધારવા આમંત્રણ આપવામાં આવે છે.

નોંધ :- પૂજાપો આપવામાં આવશે. થાળી, લોટો લઈને આવવું. ટીમાણા થી ત્રિવેણી આવી શકાય તેમ ના હોવાથી શેત્રુજી ના ડાબા કાંઠા ના બંધુઓ હબુકવડ થી અને જમણા કાંઠા ના બંધુઓ દાત્રડ થી આવી શકશે. આપણે સામુહિક શોક પણ પાળતા હોઈએ મીઠાઈ જમીશું નહીં ઘરે થી ટીફીન લેતા આવવું સમૂહમાં ઘરનું ભોજન કરીશું.

અહેવાલ :- પી.ડી ડાભી તળાજા

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલાઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો

Translate »
%d bloggers like this: