પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે કમળા માતાજીના વૈશ્વિક કોળાંબાધામે કમળા હોળીની ધામ ધુમ થી ઉજવણી કરવામાંઆવી

પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે કમળા માતાજીના વૈશ્વિક કોળાંબાધામે કમળા હોળીની ધામ ધુમ થી ઉજવણી કરવામાંઆવી

ભાવનગર : પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે આવેલ કમળા
માતાજીનું વૈશ્વિક કોળાંબા ધામ ખાતે કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવશે, આ પવિત્ર ધામ કે જ્યાં ખુદ બજરંગદાસ બાપા
સાધના કરતા હતા. જ્યાં આજે કમળાહુતાસણીની ઉજવણીમાં
મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. ભાવનગરજીલ્લામાં એકમાત્ર ધામ છે કે જ્યાં દર વર્ષે કમળા હુતાસણીની ઉજવણી
કરવામાં આવે છે.

કમળા ઉતાસણી નો દિવસ, સમગ્ર સૌરાષ્ટ્રમાં કદમગીરી ગામે કદમગીરી ડુંગર ઉપર કમળાઇ માતાજી મંદિર માતાજીના સાનિધ્યમાં દર વર્ષે હોળી પ્રગટાવી અને કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે આજુબાજુના ગામના નવ પરણિત દંપતીઓ ઉતાસણીની પ્રદક્ષિણા કરી તેમાં શ્રીફળ ની આહુતિ આપે છે અને ત્યારબાદ તે શ્રીફળને બહાર કાઢી તેને પ્રસાદ સ્વરૂપ લેવામાં આવે છે.

કમળા ઉતાસણીની અંગે એવી માન્યતા પ્રચલિત છે કે વિષ્ણુની અર્ધાંગના બનવા કદંબાવાસી કમલાદેવી એ ફાગણ
સુદી ૧૪ને દિવસે અગ્નિજયોતમાં પોતાનુ પરિવર્તન કર્યુ તેથી તે દિવસની યાદી કમળા ઉતાસણી તરીકે ભારતમાં પ્રખ્યાત છે.
આ કમળા દેવીના દેહ વિલય પછી તે સમુદ્રમાંથી લક્ષ્મી રૂપે ઉત્પન્ન થયા. તેથી લક્ષ્મી દેવી ગણાય છે. આ દેવીનું પુરાણોકત
સ્થાન શેત્રુંજી નદીને કાંઠે કદમગીરી ઉપર ગણાય છે. ગુજરાતમાં એક ચોથુ સ્થાન જૈનોના પ્રખ્યાત તીર્થસિદ્ધાંચલ ક્ષેત્રમાં શેત્રુંજી
નદીને કાંઠે ચોક થાણા પાસેના બોદાનાનેસ પાસેના પહાડમાં છે તે પહાડને કદમગીરી ગામ તરીકે ઓળખાય છે.

અહી વર્ષો પહેલા પશ્ચિમ મહાસાગર લહેરાતો હતો. તેમજ આજે પણ ત્યાં જૈન તીર્થો આવેલા છે કે જે જંબુદ્વિપ તથા અઢીદ્વિપના
નામે ઓળખાય છે. કહેવાય છે કે જયાં સમુદ્ર મંથક કરવામાં આવ્યુહતુ તેજ આ જગ્યા છે કે જયાં મહાલક્ષ્મીનો પાદુર્ભાવસૌપ્રથમ
આ જગતમાં થયો હતો. સ્થાનકે ભાવિકો માટે 2009 ના આસો સુદ 8થી પ્રસાદ વિતરણ શરૂ કરાયેલ છે. જે આજ સુધી અવિરત
ચાલુ છે. જેનો અસંખ્ય ભાવિકો લાભ લઇ રહ્યા છે.માત્ર આજના દિવસે જ નહી પરંતુ કમળાઈ માતાજીના દર્શનેકાયમી ભાવિકો નો
પ્રવાહ અવિરત રહે છે. કમળાઈ માતાજી કામળિયા દરબારોના બાર ગામો છે.

અહીં 17 મી સદી માં માતંગદેવ અહીં દર્શન અર્થે
આવેલ કચ્છથી તે અખાત્રીજ ના દિવસે અહીં આવેલ જેથી અહીં દર વર્ષે અખાત્રીજ અહીં મેળો પણ ભરવામાં આવે છે.એમની યાદ
માં આ ઉપરાંત 18 વર્ણ આ માતાજી ને માને છે.આ માતાજી નું જ્યાં સ્થાનક છે તે ડુંગર ને કોલંબો ડુંગર તરીકે ઓળખાય છે અહીં
જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે જે છેક મુંબઇ સુધી ના લોકો થાળી માં પાણી રાખે તો તેમને આ હોળી ના દર્શન પણ થાય છે

આ ઉપરાંત આ પર્વ કામળિયા દરબારો માટે અતિ મહત્વ નું હોઈ છે નવદંપતી અહીં ફરજીયાત દર્શન કરી હોળી ફરતા આંટા લે છે
અને એમના ભાણેજ પણ આ પરંપરા ને નિભાવે છે 365 દિવસ અહીં સતત અન્નસક્ષેત્ર ચાલુ રહે છે

રિપોર્ટર ભૂપત ડોડીયા બગદાણા

દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર

Translate »
%d bloggers like this: