આજ રોજ પાલીતાણા તાલુકાના જાળીયા(હસ્તગીરી)ખાતે રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું

તા૧૫/૮/૨૦૨૦
આજ રોજ પાલીતાણા તાલુકાના જાળીયા(હસ્તગીરી)ખાતે રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું
આ રક્તદાન કેમ્પ જીલ્લા વહીવટી તંત્ર. જીલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ સમસ્ત જાળીયા ગામ અને ભાવનગર બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે રક્તદાન મહાદાન કેમ્પનું

જાળીયા(હસ્તગીરી)પ્રા.શાળામા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સૌ કોઇ લોકોએ સાથે મળી રક્તદાન કર્યું હતું રક્તદાન કરનાર આવનાર તમામ લોકોએ સરકાર શ્રી ના ગાઇડ લાઈન મુજબ માશ્ક પહેરી અને સોશ્યલ ડિસ્ટસિગનુ સંપૂર્ણ પાલન કર્યું હતું ત્યારે આ આજના રક્તદાન કેમ્પમાં ૧૦૧ બોટલ રક્તદાતા તરફથી એકત્ર કરવામાં આવ્યું હતું અને

ભાવનગર બ્લડ બેન્કના સહયોગથી થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને બ્લડ મળી રહે તેવા હિતોને ધ્યાનમાં રાખીને બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરી મોટી સંખ્યામાં આ કેમ્પની અંદર ભાગ લઈ પોતે રક્તદાતા જીવનદાતા બન્યા છે ત્યારે આ એકત્ર થયેલ રક્ત ભાવનગર બ્લડ બેન્કને જીલ્લા વહીવટીતંત્ર. જીલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ શિક્ષક ગણના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું

પ્રતિપાલસિહજી ગોહિલ
જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર

 

Translate »
%d bloggers like this: