પાલેજ પો.સ્ટે.વિસ્તારમાં આવેલ ફીલીપ્સ કાર્બન લીમીટેડકંપનીમાંથી સ્ટીલ બકેટની થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ગુનામાં વપરાયેલ વાહન સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે જીલ્લામાં બનતા ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે આપેલ સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ જે.એન.ઝાલા સાહેબ તથા પો.સ.ઇ પી.એસ.બરંડા સાહેબના માર્ગદર્શન મુજબ
વિગત:-પાલેજ પો.સ્ટે.વિસ્તારની ફીલીપ્સ કાર્બન લીમીટેડ કંપનીમાંથી સ્ટેઇનલેસ સ્ટીલ બકેટ નંગ- ૨૭૩ કુલ કિં રૂ ૭,૩૭,૧૦૦/- ની થયેલ ચોરી જે બાબતે પાલેજ પો.સ્ટે ગુ.ર.નં I ૪૦/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૭૯, ૪૪૭ મુજબનો ગુનો નોંધાવા પામેલ. આ ગુનામાં એલ.સી.બી.દ્વારા ગુનાની વિઝીટ કરી પ્રાથમિક રીતે આરોપીનો તાગ મેળવવા પો.સબ.ઇન્સ એ..એસ,ચૌહાણ તથા વાય.જી. ગઢવી નાઓએ ટીમ બનાવી ચક્રો ગતીમાન કરેલ હતા અને આજરોજ એલ.સી.બી.ભરૂચની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન એલ.સી.બી.ના હે.કો.હીતેષભાઇ તથા પો.કો.મહિપાલસિંહને સંયુક્ત રીતે બાતમી મળેલ કે અગાઉ પાનોલી GIDC માં બંધ કંપનીમાં ચોરી કરનાર પકડાયેલ ઇસમ પાલેજ ફીલીપ્સ કાર્બન લીમીટેડ કંપનીમાં પણ સંડોવાયેલ છે. અને તે હાલ તેના સાગરીતો સાથે સુરતમાં છે. જે બાતમી આધારે અત્રેથી ટીમ બનાવી સુરત ખાતે મોકલી ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેઓની વધુ પુછપરછ કરતા સદર ચોરીનો મુદ્દામાલ ઝાડેશ્વર ખાતે આપેલાની હકિકત જણાવતા વધુ એક આરોપીને ગુનામાં વપરાયેલ ટેમ્પો સાથે ઝડપી પાડી તમામ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી ભરૂચ શહેર “બી”: ડીવી પો.સ્ટે.માં સોપવામાં આવેલ છે.
ધરપકડ કરેલ આરોપીઓ


(૧) જાકીર ઉર્ફે જકી S/O યાસીન સૈયદ હાલ રહે.આમોદ પુરસા નવીનગરી ઝુપડપટ્ટી તા.આમોદજી.ભરૂચ મુળ રહે. ભોપાવલી તા.નુંહ જી.મેવાત (હરીયાણા)
(૨) અબ્દુલગફુર S/O ઇશાક પઠાણ હાલ રહે.સુરત ડભોલી ચાર રસ્તા આમીન જગરૂપ સૈયદની ભંગારની દુકાનમાં વૈડ રોડ સુરત મુળ રહે. ગૌધોલી થાના-પુન્હાના તા. પુન્હાના જી.નુંહ(હરીયાણા)
(૩) હારૂન ગફાર સૈયદ રહે. બ્લોક નં-૨૩૭ બી/૧૨ કોસાડ આવાસ અમરોલી સુરત
(૪) ગોપીલાલ ઉર્ફે ગોપાલ ભોલીરામ ગુર્જર (મારવાડી) હાલ રહે. મકાન નં ૨૧૩ ક્રીષ્ના એસ્ટેટ ને.હા.નં ૪૮ ઉપર ઝાડેશ્વર ચોકડી ભરૂચ મુળ રહે. ગીતોરીયા મેરડાખાલસા થાના-ચારભુજા તા.કુંબલગઢ જી.રાજસમન્દ (રાજસ્થાન)
શોધી કાઢેલ ગુનો
(૧) પાલેજ પો.સ્ટે ગુ.ર.નં I ૪૦/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૭૯, ૪૪૭ મુજબ

કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) ચોરીમાં વપરાયેલ ટેમ્પો નં GJ AU 8923 કિં રૂ ૩,૦૦,૦૦૦/-
(૨) એક કાળા કલરનો ઓપ્પો કંપનીનો મોબાઈલ નંગ-૦૧ કિં રૂ ૫,૦૦૦/-
(૩) એક લાલ તથા કાળા કલરનો આઈબોલ કંપનીનો મોબાઈલ નંગ-૦૧ કિં રૂ ૫૦૦/-
(૪) લાલ તથા કાળા કલરનો ઇન્ટેલ કંપનીનો મોબાઈલ નંગ -૦૧ કિં રૂ ૫૦૦/-
(૫) સીલ્વર કલરનો વિવો કંપનીનો મોબાઈલ નંગ.-૦૧ કિં.રૂ.૩૦૦૦/- કુલ કિં.૩,૦૯,૦૦૦/-
આરોપીની એમો
આ કામે આરોપીઓ કંપનીની અગાઉ રેકી કરી પોતાના સાગરીતો સાથે લોખંડ,સ્ટીલ તથા
વાયરોની ચોરી કરવાની ટેવવાળા છે.

આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ
(૧) જાકીર ઉર્ફે જકી S/O યાસીન સૈયદઅગાઉ અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. ખાતે ચોરીમાં પકડાયેલ છે.
કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ-
પો.સ.ઇ.એ.એસ.ચૌહાણ, વાય.જી.ગઢવી, તથા હે.કો, સંજયદાન, હીતેષભાઇ, પો.કો મહીપાલસિંહ,
હરીશભાઇ,જોગીન્દ્રદાન, કીશોરભાઇ, મયુરભાઇ,નરેશભાઇ.

 

Translate »
%d bloggers like this: