નર્મદા ચોમાસુ શરૂ થતા સરીસૃપો નો બહાર નિકળયા

નર્મદા ચોમાસુ શરૂ થતા સરીસૃપો નો બહાર નિકળયા

છેલ્લા એક સપ્તાહમાં તિલકવાડા તાલુકા માંથી કોબ્રા, ધામણ, વાઈપર ,રૂપસુંદરી , બિલ્લી ,વુલ્ફ જેવી પ્રજાતિના ….15 જેટલા નિકળેલ સાપ ને પકડીસુરક્ષિત જગાએ છોડી મુક્યા

રાજપીપલા તા 7

હાલ નર્મદા જીલ્લા માં ચોમાસા નો પ્રારંભ થયો છે . વરસાદ પડવા થી સરીસૃપો પોતાના રહેઠાણ માંથી બહાર નીકળી રહ્યાં છે. સરિસૂપો ખોરાક ની શોધમાં માનવ વસ્તી મા આવી ચઢે છે. “ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા” નાં નીરવ તડવીએ જણાવ્યું હતુકે છેલ્લા એકસપ્તાહ મા તિલકવાડા તાલુકા ના અલગ -અલગ ગામો માંથી થી કોબ્રા, ધામણ, વાઈપર ,રૂપસુંદરી , બિલ્લી ,વુલ્ફ જેવી વિવિધ પ્રજાતિના 15જેટલા સાપ નેપકડી ને બચાવી લેવામાં આવ્યાં હતાં. અને આ રીતે પકડાયેલા સાપો ને ફોરેસ્ટર યું.બી.તડવી નાં માર્ગદર્શન મુજબસુરક્ષિત રીતે જંગલમાં છોડી મુકાયા હતાં.નીરવ તડવીએ જણાવ્યું છે કે આપણા રહેણાંક વિસ્તારમા સાપ,અજગર,મગર કે કોઇ વન્યજીવ આવી ચઢે તો તેણી સાથે સંઘર્ષ મા ઉતર્યા વગર સુરક્ષિત જગ્યા પર જતા રહેવું તેમજ સંસ્થાના 9974154901 હેલ્પલાઇન નંબર સંપર્ક કરવા જણાવ્યું છે .

રિપોર્ટ : જ્યોતિ જગતાપ રાજપીપળા

Avatar

Deepak Jagtap

દિપક જગતાપ deepakjagtap3@gmail.com નર્મદા 9998796527

Read Previous

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં ક્રમશ:વધારો

Read Next

કેન્દ્રિય મંત્રીશ્રી ડો માંડવિયાની ઉપસ્થિતીમાં હણોલ ગામે સામુહિક વૃક્ષારોપણ

Translate »
%d bloggers like this: