નિલમબાગ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓન ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ

 

જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે નિલમબાગ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૦૧/૨૦૧૯ I.P.C. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ (ઘરફોડ ચોરી) મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ચિરાગ અજીતભાઈ ભાયાણી ઉ.વ.૩૦ રહેવાસી ટી-૧, સાનિધ્ય ફ્લેટ, ડોન ચોક ભાવનગર વાળાને તેના ઘરેથી ઝડપી પાડી મજકુર આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

 

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી વી.વી.ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. યુસુફખાન પઠાણ, પી.ડી.ગોહિલ તથા પોલીસ કોન્સ. મનદીપસિંહ ગોહિલ તથા પાર્થભાઇ પટેલ જોડાયા હતા.

Translate »
%d bloggers like this: