નશીલા પદાર્થની હેરાફેરીમાં દંડ સાથે જેલની સજાની જોગવાઇ

 

જુવેનાઇલ જસ્ટીસ એક્ટ મુજબ બાળકો દ્વારા નશીલા પદાર્થની હેરાફેરીમાં દંડ સાથે જેલની સજાની જોગવાઇ
  રાજપીપલા- તા 31
આજે તા.૩૧મી મે,૨૦૧૯ ના રોજ “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” ની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહીં છે ત્યારે  આ  નિમિતે બાળ સુરક્ષા સંદર્ભે  નર્મદા જીલ્લામાં પણ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી હાથ ધરાઈ હતી .જેમા  જુવેનાઇલ જસ્ટીસ એક્ટ – ૨0૧૫ ની કલમ – ૭૭ અને ૭૮ ના અસરકારક અમલીકરણ માટે કામગીરી નો અમલ  તે અંતર્ગત જુવેનાઇલ જસ્ટીસ એક્ટ – ૨0૧૫ ની કલમ – ૭૭ અને ૭૮ જેમાં બાળક નો ઉપયોગ નશીલી દારૂ, તમ્બાકુ અથવા સાઇકોપેટ્રીક પદાર્થની આપ-લે અથવા હેરાફેરી કરાવવામાં આવે તો સજાપાત્ર ગુન્હો બને છે. તે અંગેની જન જાગૃતિ થાય તે માટે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ -૨૦૧૫ ની કલમ ૭૭ અને ૭૮માં  બાળકોનો આ પ્રવૃતિમાં હેરાફેરી ન થાય તેમજ બાળકો દ્વારા તમ્બાકુનો ઉપયોગ ના થાય તે અંગે જાગૃતી કેળવાય  તે હેતુસર કલમ – ૭૭ મુજબ જે કોઇ, કોઇપણ બાળકને નશીલા પ્રવાહી અથવા કોઇ નારકોટીક ડ્રગ અથવા તમ્બાકુ પદાર્થ અથવા સાઇકોટ્રોપિક પદાર્થ આપે અથવા અપાવે તો તેઓ સાત વર્ષ સુધીની કેદની સજા તથા એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. તેવી રીતે કલમ – ૭૮ મુજબ જે કોઇ, કોઇપણ  નશીલા પ્રવાહી, નારકોટીક ડ્રગ અથવા સાઇકોટ્રોપિક પદાર્થના વેચાણ, હેરાફેરી, દાણચોરીમાં બાળકનો ઉપયોગ કરશે તો તેમને સાત વર્ષ સુધીની કેદની સજા તથા એક લાખ રૂપિયા સુધીના દંડની સજાને પાત્ર ઠરશે તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે 
Translate »
%d bloggers like this: