અનુચ્છેદ 370 / રાજકીય સંબધ ખતમ કરવાના પાકના નિર્ણય પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું,

  1. નવી દિલ્હીઃ પાકિસ્તાનની ઈમરાન સરકારે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા બાદ બુધવારે ભારતની સાથે દ્વિપક્ષીય વ્યાપાર ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારે ગુરૂવારે પાકિસ્તાનના આ નિર્ણય બાબતે દુઃખ વ્યક્ત કર્યું છે.

     

     ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાને ભારત સાથે તેના દ્વિપક્ષીય સંબધોને લઈને એક તરફી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. પાક અમારા રાજકીય સંબધને ખતમ કરવા માંગે છે. પાકે આ નિર્ણયની સમીક્ષા કરવી જોઈએ, જેથી રાજકીય સંબધો સામાન્ય રહે.
    વિદેશ મંત્રાલયે કહ્યું કે એ આશ્ચયની વાત નથી કે એવી વિકાસત્મક પહેલ જે જમ્મુ-કાશ્મીરમાં અસહમતી લાવી શકે, તેને પાકિસ્તાન પણ નકારાત્મક રૂપથી લેશે અને સીમાપારના આતંકને યોગ્ય ઠેરવવા માટે તેનો ઉપયોગ કરશે. અનુચ્છેદ 370 સાથે સંબધિત તાજેતરનો ઘટનાક્રમ સંપૂર્ણ રીતે ભારતનો અંદરનો મામલો છે. ભારતના સંવિધાન અનુસાર, આ હમેશા એક સંપ્રભુ મામલો હશે. અહીંની સ્થિતિને ભડકાવીને તે અધિકાર ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાની કોશિશ સફળ થશે નહિ. પાક વડાપ્રધાન ઈમરાન ખાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ એવો પણ નિર્ણય લીધો કે ભારતીય હાઈકમાન્ડ અજય બિસારિયાને પરત મોકલવામાં આવશે.

Translate »
%d bloggers like this: