નેસવડગામની સીમમાં આવેલ ખારા તરીકે ઓળખાતી સુરાભાઇ રામજી ભાઇ ડાભીની વાડીની ઓરડી માંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૪૨૦ કિ.રૂ – ૧,૨૬,૦૦૦/- તથા બીયર ટીન નંગ- ૧૬૮ કિ.રૂ.૧૬,૮૦૦/- મળી કુલ કી.રૂ.૧,૪૨,૮૦૦/-નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

નેસવડગામની સીમમાં આવેલ ખારા તરીકે ઓળખાતી સુરાભાઇ રામજી ભાઇ ડાભીની વાડીની ઓરડી માંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૪૨૦ કિ.રૂ – ૧,૨૬,૦૦૦/- તથા બીયર ટીન નંગ- ૧૬૮ કિ.રૂ.૧૬,૮૦૦/- મળી કુલ કી.રૂ.૧,૪૨,૮૦૦/-નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

ભાવનગર રેન્જ, ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી  જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારુ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુત કરવા સખત સુચના આપેલ.

જે અન્વયે એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં ના.રા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બુધેલગામ સિધ્ધીવિનાયક હોટલ પાસે રોડ ઉપર આવતા પો.કો સંજયભાઇ નાથાભાઇ ચુડાસમા તથા હેડ કોન્સ ઘનશ્યામભાઇ ગોહીલ બન્નેને સંયુકત રીતે ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, કરશનભાઇ પ્રવિણભાઇ મકવાણા રહે. ખારશી તરસમીયારોડ, ભાવનગર વાળાએ સુરાભાઇ રામજીભાઇ ડાભી રહે. નેસવડ ગામ, તા.જી. ભાવનગર વાળાની નેસવડ ગામની સીમમાં આવેલ ખારા તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂ-બિયરનો જથ્થો છુપાવેલ છે.જે આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા એક ઈસમ છનાભાઇ લક્ષ્મણભાઇ ડાભી/કોળી ઉ.વ.૫૫ ધંધો ખેતમજુરી રહે.નેસવડગામ તા.જી.ભાવનગરવાળો હાજર મળી આવેલ. જેને સાથે રાખી તપાસ કરતા વાડીની ઓરડીની અંદર ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો અલગ અલગ બ્રાન્ડનો દારૂની બોટલો નંગ-૪૨૦ કિ.રૂ /-૧,૨૬,૦૦૦/- તથા બીયર ટીન નંગ-૧૬૮ કી.રૂ.૧૬,૮૦૦/- મળી કુલ કી. રૂ.૧,૪૨,૮૦૦/- નો મુદામાલ મળી આવેલ. ઉપરોક્ત વિગતેનો મળી આવેલ દારુ બિયરનો જથ્થો પકડવા ઉપર બાકી આરોપી કરશનભાઇ પ્રવિણભાઇ મકવાણા રહે.ખારશી તરસમીયારોડ, ભાવનગર વાળાએ મુકેલ હોવાનું જણાવતા હાજર મળી આવેલ તથા પકડવાના બાકી તથા તપાસમાં ખુલે તે તમામ સામે પ્રોહી. એકટ કલમઃ-૬૫(એ) (ઇ), ૧૧૬બી, ૮૧ મુજબ ગુન્હો વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા સાહેબની સુચના અનુસાર પો.સબ.ઇન્સ શ્રીએન.જી.જાડેજા તથા હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહીલ તથા હેડ કોન્સ.મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા હેડ કોન્સ ભૈપાલસિંહ ચુડાસમા તથા હેડ કોન્સ કલ્યાણસિંહ જાડેજા તથા પો.કોન્સ સંજયભાઇ નાથાભાઇ ચુડાસમા વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.

Translate »
%d bloggers like this: