નવસારી જાહેરમાં યુવતીને માર્યો ઢોર માર, કારણ છે ચોંકાવનારૂં

યુવતીએ બે યુવકો સાથે મળીને બે દિવસ પહેલા તેમના વિસ્તારમાં તેમની પર હુમલો કરાવ્યો હતો.

નવસારી (Navsari) પંથકમાં હાલ એક વીડિયો વાયરલ (Viral video) થઇ રહ્યો છે. જેમાં કેટલીક મહિલા અને પુરૂષો મળીને એક યુવતીને માર મારી રહ્યાં છે. આ વીડિયો નવસારીનાં ધારાગીરી વિસ્તારનું હોવાનું સામે આવ્યું છે. આ લોકોનો આરોપ છે કે આ યુવતીએ બે યુવકો સાથે મળીને બે દિવસ પહેલા તેમના વિસ્તારમાં તેમની પર હુમલો કરાવ્યો હતો.

*યુવતીએ પ્રેમી સાથે મળીને આ લોકોને બાનમાં લીધા હતાં*

આ મામલે મળતી માહિતી પ્રમાણે આ વીડિયો બે દિવસ પહેલાનો માનવામાં આવી રહ્યો છે. નવસારીનાં ધારાગીરી વિસ્તારનો વીડિયો હોવાનું સામે આવ્યું છે. નવસારીનાં કબીલપુર વિસ્તારમાં આ યુવતીનાં પ્રેમીએ ધારદાર હથિયારો સાથે આખા વિસ્તારને બાનમાં લીધો હતો. જેનો આ લોકો બદલો લઇ રહ્યાં છે.

*યુવતીની હત્યાનાં ગુનામાં સંડોવણી હતી*

આ અંગે નવસારીનાં એસપી, ડૉ. ગીરીશ પંડ્યા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, ‘આ વીડિયોમાં જે યુવતીને માર મારવામાં આવે છે તે અંગેની ફરિયાદ લેવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. આ બનાવની વાત કરીએ તો આ યુવતીની ભૂતકાળમાં મર્ડરનાં ગુનામાં સંડોવણી સામે આવી હતી. આ ઉપરાંત સાથે જેલમાં રહી આવેલો ધર્મેશ બંન્નેની હુમલામાં સંડોવણી દેખાઇ આવે છે. બે દિવસ પહેલા આ યુવતી જેમની સાથે રહેતી હતી તેની પર હુમલો કરવા માટે ધર્મેશને બોલાવે છે. ધર્મેશની સાથે અન્ય એક યુવકની પણ હુમલો કરવામાં સંડોવણી છે. હાલ પોલીસે આ યુવતી, ધર્મેશ અને અન્ય એક યુવકની અટક કરેલ છે. ‘

*યુવતી પર હુમલો કરનારા સામે પણ ગુનો*

તેમણે આગળ જણાવતા કહ્યું કે, ‘ભૂતકાળમાં આ યુવતી મર્ડરનાં ગુનામાં સંડોવાયેલી છે. હાલ તે જેમની સાથે રહેતી હતી તે લોકો પર તેણે હુમલો કરાવ્યો હતો. તેમની પણ ઓળખ થઇ ગઇ છે. તેમની સામે પણ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

Translate »
%d bloggers like this: