નર્મદા જીલ્લાના કેવડિયા ખાતે આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવનિર્માણ થવાના કારણે હાલ આદિવાસી વિસ્તારના ગામોની જમીનોને સરકાર દ્વારા એકવાયર કરવામાં આવી રહી છે

નર્મદા જીલ્લાના કેવડિયા ખાતે આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવનિર્માણ થવાના કારણે હાલ આદિવાસી વિસ્તારના ગામોની જમીનોને સરકાર દ્વારા એકવાયર કરવામાં આવી રહી છે.જેમાં હાલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને માટે એક વિશેષ કાયદો પસાર કરવામાં આવ્યો છે.આ મામલે કેવડિયા ગામના લોકોએ ભેગા થઈ ભજન કીર્તન કર્યું હતું અને ભવ્ય રેલી કાઢી હતી.આ રેલી નર્મદા નદીના કિનારે પહોંચી હતી જ્યાં તેમણે આ કાયદાનો વિરોધ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.તેમજ જે કાયદો પસાર કરવામાં આવ્યો છે તેની કોપી નર્મદા નદીમાં વિસર્જન કરી આ કાર્યક્રમમાં પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.આગામી દિવસોમાં તમામ ગામના લોકો વિરોધ કરતો કાર્યક્રમ કરશે અને ઉગ્ર કાર્યક્રમ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તામંડળ નામનું વિધેયક ભાજપ સરકારે આખરે બહુમતીના જોરે પસાર તો કરી દીધું છે.પરંતુ એનો ઠેરઠેર વિરોધ થઇ રહ્યો છે.સરકારે આ વિધેયક પસાર કરી આદિવાસીઓની જમીન મૂડીપતિઓને આપવાનો એક કારસો ઘડ્યો હોય એવા સરકાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.આવા વિરોધ વચ્ચે કેવડિયા સહીત આજુ બાજુના ગામોની મહિલાઓ નર્મદા નદી કિનારે જઈ વિધાન સભામાં રજુ થયેલા વિધેયકની ઝેરોક્ષ નકલો કઢાવી નર્મદા નદીના પાણીમાં ડુબાડી જળ સમાધિ આપી હતી.આ કાળો કાયદો છે એમ જણાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Translate »
%d bloggers like this: