નર્મદા વન વિભાગ 45 એકર જમીનમાં સફારી પાર્ક બનાવવાનું કામ વન વિભાગે શરૂ કર્યુ 

 

નર્મદા વન વિભાગ 45 એકર જમીનમાં સફારી પાર્ક બનાવવાનું કામ વન વિભાગે શરૂ કર્યુ 
 ઉમરવા ગામે બ્રિડિંગ સેન્ટરમાં ૧૫ જેટલા ચોસિંગા હરણોનો થઈ રહેલો ઉછેર
 બે નર અને એક માદા લાવી ઉછેર શરૂ કરાયો હતો હવે આ સંખ્યા વધીને ૧૫ થઈ
 ચોસિંગ  હરણો પરિપક્વ આ બનશે ત્યારે તેને સફારી પાર્ક માં પ્રવાસીઓ માટે રાખવામાં આવશે 
 વિશ્વની સૌથી ઉંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ પછી પ્રવાસીઓને આકર્ષવા વનવિભાગને હવે આગળ આવ્યું છે. ખાસ કરીને સ્ટેચ્યુના પ્રવાસીઓ સ્ટેચ્યુની સાથે પ્રાણીઓ પણ નિહાળી શકે તે માટે જુદા જુદા પ્રકારના પ્રાણીઓ જોવા મળે તેવું આયોજન વિભાગ કરવા જઈ રહ્યું છે. તે માટે નર્મદા વન વિભાગ 45 એકર જમીનમાં સફારીપારક બનાવવાનું કામ વનવિભાગે શરૂ કર્યું છે. હાલ નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે આકાર લીધા સફારી પાર્ક માટે ઉમરવા જોશી ગામમાં આવેલા ટ્રેડિંગ સેન્ટર ખાતે 15 ચોસિંગ હરણનો ઉછેર કરવામાં આવી રહ્યો છે
રિપોર્ટ :જ્યોતી  જગતાપ , રાજપીપળા
Translate »
%d bloggers like this: