પાણીના ઇનફલો સામે ૮૮,૫૭૨ ક્યુસેક પાણીનો આઉટફલો

તા. ૨૧ મી એ સરદાર સરોવર નર્મદા ડેમની બપોરે ૩:૦૦ કલાકે

૧૩૩.૧૯ મીટર જેટલી ઐતિહાસિક સપાટી નોંધાઇ

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નર્મદા ડેમમાં ૨,૧૦,૪૪૩ ક્યુસેક

 પાણીના ઇનફલો સામે ૮૮,૫૭૨ ક્યુસેક પાણીનો આઉટફલો

ભૂગર્ભ જળ વિદ્યુત મથકના ૬ યુનિટ ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસના 

૨ યુનિટ દ્વારા સતત થઇ રહેલું વિજ ઉત્પાદન

રાજપીપલા, બુધવાર :- નર્મદા જિલ્લામાં આજે તા. ૨૧ મી ઓગષ્ટ, ૨૦૧૯ ને બુધવારના રોજ કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં નર્મદા ડેમ સૌ પ્રથમવાર ૧૩૩.૧૯ મીટરની ઐતિહાસિક સપાટી નોંધાઇ હોવાના અહેવાલ કેવડીયા કોલોની ખાતેના નર્મદા ફલ્ડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે આજે તા. ૨૧ મી ના રોજ બપોરે ૨:00 વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં ૨,૧૦,૪૪૩ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૮૮,૫૭૨ ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો.  તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે R.B.P.H-૨૦૦ મેગાવોટવાળા રિવર બેડ ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી વિજ ઉત્પાદન કરી રહ્યા છે. જ્યારે C.H.P.H  કેનાલ હેડ પાવર હાઉસ ખાતે ૫૦ મેગાવોટના ૨ યુનિટ મારફત પણ વિજ ઉત્પાદન થઇ રહ્યું હોવાના અહેવાલ નર્મદા ફલ્ડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

Translate »
%d bloggers like this: