સિંધીવાડ રાજપીપલાના આરોપી પાસેથી ડબલ બેરલ બ્રિજ લોર્ડર બંદુક તથા જીવતા કારતુસ નંગ-૧૫ના મુદ્દામાલ કબજે લેતી રાજપીપલા એસઓજી પોલીસ

સિંધીવાડ રાજપીપલાના આરોપી પાસેથી ડબલ બેરલ બ્રિજ લોર્ડર બંદુક તથા જીવતા કારતુસ નંગ-૧૫ના મુદ્દામાલ કબજે લેતી રાજપીપલા એસઓજી પોલીસ

નાંદોદ ના ચિત્રાવાડીગામેથી ગેરકાયદેસર હથિયાર તથા કારતુસ સાથે આરોપીને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો

ગુનામા સંડોવાયેલ મોટરસાયકલ પણ કબજે લેવાઈ

રાજપીપલા

સિંધીવાડ રાજપીપલાના આરોપી પાસેથી ડબલ બેરલ બ્રિજ લોર્ડર બંદુક તથા જીવતા કારતુસ નંગ-૧૫નોમુદ્દામાલ
ઝડપી પાડ્યો છે .આ આરોપીને એસ.ઓ.જી. પોલીસે નાંદોદના ચિત્રાવાડી ગામેથી ગેરકાયદેસર હથિયાર તથા કારતુસ સાથે ઝડપી આરોપી નકશબખાન યામિનખાન પઠાણની પોલીસે ધરપકડ કરી છે

પોલીસ સૂત્રો ના જણાવ્યા અનુસાર પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા વિભાગ તથા પોલીસઅધિક્ષક નર્મદાના હિમકર સિંહ ના માર્ગદર્શન તથા સુચના આધારે ગેરકાયદેસર
હથિયારના કેસો શોધી કાઢવાની ઝુંબેશ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.જાટ એસ.ઓ.જી.નર્મદા તથા
સ્ટાફના માણસો દ્વારા નકશબખાન યામિનખાન પઠાણ (રહે.સિંધીવાડ,રાજપીપલા તા.નાંદોદ, )ને ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખેલ ડબલ બેરલ બ્રિજ લોર્ડર બંદુક કિ.રૂ.૧૦,૦૦૦/- તથા
જીવતા કારતુસ નંગ-૧૫ કિ.રૂ.૧૦૫૦/- તથા એક મો.સા. કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૬,૦૫૦/-ના
મુદ્દામાલ સાથેનાંદોદ તાલુકા ના ચિત્રાવાડી ગામેથી ઝડપી લીધો હતો .રાજપીપળા પોલીસે આર્મ્સએક્ટ મુજબ ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઇન્વેસ્ટિગેશન કામગીરીમા કે.ડી.જાટ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી., એ.એસ.આઇ.રવિન્દ્રભાઇ, હે.કો.જગદીશભાઇ, સતિષભાઇ, મનોજભાઇ, યોગેશભાઇ, શૈલેશભાઇ, ઉમેશભાઇ, પાર્વતીબેન તથા પો.કો.અલ્પેશભાઇ, ભરતસિંહનો સ્ટાફ જોડાયા હતા .
પોલીસે આ ગેરકાયદે હથિયાર ક્યાંથી લાવેલ અને ક્યા હેતુ માટે બંદૂક પોતાની સાથે રાખેલ તેની પૂછપરછ શરૂ કરી છે

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: