દેડીયાપાડા બેસણા ટેકરા પાસેથી બોલેરો પીક અપ ગાડીમાંથી ૮૬,૪૦૦ની કીમતનો કુલ ૧૮ પેટીમાં ૮૬૪ નંગ ક્વાટરીયા ઇગ્લીશ દારૂ ઝડપાયો. કુલ-૩ આરોપીઓની ધરપકડ

દેડીયાપાડા બેસણા ટેકરા પાસેથી બોલેરો પીક અપ ગાડીમાંથી ૮૬,૪૦૦ની કીમતનો કુલ ૧૮ પેટીમાં ૮૬૪ નંગ ક્વાટરીયા ઇગ્લીશ દારૂ ઝડપાયો.
કુલ-૩ આરોપીઓની ધરપકડ.
રાજપીપલા,તા. 25

દેડીયાપાડા બેસણા ટેકરા પાસેથી બોલેરો પીક અપ ગાડીમાંથી ૮૬,૪૦૦ની કીમતનો કુલ ૧૮ પેટીમાં ૮૬૪ નંગ ક્વાટરીયા ઇગ્લીશ દારૂ ઝડપી કુલ-૩ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
દેડીયાપાડા પીએસઆઈ આર.ડામોર તથા પોસઇ આઇ.આર.દેસાઇ તથા સ્ટાફના માણસો સાથે પ્રોહી.રેઇડમાં નીકળેલા તે દરમ્યાન સાથેના હે.કો. ઇશ્વરભાઇને બાતમી મળેલ કે મોઝદા ગામ તરફ થી દેડીયાપાડા ગામ તરફ એક એમએચ-05 -આર 5901સફેદ કલરની બોલેરો પીક અપમાં આવે છે જે પીકઅપની ઉપર એક સફેદ કલરની તાડ પતરી તથા ગાડીના પાછળના ભાગે કાળા કલરની તાડપતરી બાધેલ છે. જે બોલેરો પીક અપમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ
ભરેલ છે.તેવી ચોક્કસ બાતમી મળતા બાતમીને આધારે બેસણા ટેકરા પાસે નાકાબંધી કરતા બોલેરો પીકઅપ ગાડી આવતા તેને રોકી ચેક કરતા તેમાં એક કરતા મગની પરાળના પ્લાસ્ટીકના કોથળાંની નીચે ૧૮ પેટીમાં ક્વાટરીયા નંગ-૮૬૪ કિ.રૂ.૮૬,૪૦૦/- મળી આવ્યાહતા .અને આરોપી ગોવિદભાઇ ચંન્દ્રસીંગભાઇ ગીરાસે (રહે.મેથી તા.સીદખેડા જી.ધુલીયા મહારાષ્ટ્ર) તથા સ્વપનીલભાઇ દિનેશભાઇ મોરે ( રહે. ડોડાઇયા મહાદેવપુરા જોકવેલ જવળ પતા તા.ડોડાઇયા જી.ધુલીયા મહારાષ્ટ્ર) તથા રવિન્દ્રભાઇ

ઘનસીગભાઇ ગીરાસે (રહે.મેથી તા.સીદખેડા જી.ધુલીયા, મહારાષ્ટ્ર)ને પોતાના કબ્જા lમાંની બોલેરો પીકઅપ ગાડી નંબર એચએમ -05-આર -5901ની અંદર સીગ્રામ્સ ઇમ્પીરીયલ બ્લના ૧૮૦ મી.લી.ના કાચના કવાટીયા નંગ-૮૬૪
કિ.રૂ.૮૬,૪૦૦/- તથા બોલેરો પીકઅપ ગાડી કિ.રૂ.૨૦,૦૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૦૧,૪૦૦/- નો પ્રોહી.મુદામાલ વાહતુક કરી લઇ આવતા પકડીપાડેલ તથા ચોથો ગૌતમભાઇનામનો આરોપી નાસી જતા તમામ વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: