છેલ્લા ત્રણ વર્ષથી નર્મદા જિલ્લામાં નાસતી ફરતી મહિલા આરોપીને નવાગામ બડેલી થી નર્મદા પોલીસે ઝડપી પાડી. રાજપીપળા

છેલ્લા ત્રણ વર્ષથી નર્મદા જિલ્લામાં નાસતી ફરતી મહિલા આરોપીને નવાગામ બડેલી થી નર્મદા પોલીસે ઝડપી પાડી.
રાજપીપળા, તા. 1

છેલ્લા ત્રણ વર્ષથી નર્મદા જિલ્લામાં નાસતી ફરતી ઇ.પી.કો કલમ 379 ના ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપીને નવાગામ બડેલી થી નર્મદા પોલીસે ઝડપી પાડી છે. જિલ્લા પોલીસ વડા હિમકર સિંહને મળેલી બાતમીને આધારે રાજપીપળા પોલીસ મથકમાં ઇ.પી.કો કલમ 379 ના ગુનામાં સંડોવાયેલા આરોપી રમીલાબેન પીન્ટુભાઇ ભીલ (રહે, ધોળી કોતેડી, તા. નસવાડી જી. છોટાઉદેપુર) બોડેલી તરફ હોવાની બાતમી મળતા પેરોલફ્લોશાખાને મળતા પો.સ.ઈ સી.એમ.ગામીત એલ.સી.બી નર્મદા એ પેરોલફ્લો શાખાના પો.સ.ઈ ક્રિશ્ચિયન તથા પેરોલફ્લો સ્કોડ ના સ્ટાફના સાથે મળી આરોપીને પકડવા નવાગામ બોડેલી ખાતે ઝડપી પાડી. રાજપીપળા પોલીસ સ્ટેશનને સોંપી દીધી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રીપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: