નર્મદા જિલ્લા કપાસના પાકમાં ગુલાબી ઈયળના ઉપદ્રવથી કપાસના પાકને ભારે નુકસાન. ખેતીવાડી અધિકારી તરફથી કપાસના પાકમાં ચાલુ સીઝનમાં ગુલાબી ઇયળના નિયંત્રણ માટે મહત્વના સૂચનો કરાયા.

નર્મદા જિલ્લા કપાસના પાકમાં ગુલાબી ઈયળના ઉપદ્રવથી કપાસના પાકને ભારે નુકસાન.
ખેતીવાડી અધિકારી તરફથી કપાસના પાકમાં ચાલુ સીઝનમાં ગુલાબી ઇયળના નિયંત્રણ માટે મહત્વના સૂચનો કરાયા.

નર્મદા જિલ્લામાં કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે.જેનાથી કપાસના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.નર્મદા જિલ્લામાં છેલ્લા ૨ વર્ષમાં કપાસમાં નુક્શાન કરતી ગુલાબી ઇયળ મહદઅંશે કપાસનાં અગોતરા વાવેતરમાં ફુલ અવસ્થાએ નુક્શાન જોવા મળે છે. આ જીવાતનું નુક્શાન બહારથી ઓળખવું મુશ્કેલ હોય છે. આ વર્ષે વરસાદ પછી કપાસના પાકમાં ગુલાબી ઈયળ દેખાવા લાગી છે.

તેના ઉપાય માટે ખેતીવાડી અધિકારી નિલેશ ભટ્ટે કેટલાક મહત્વના સૂચનો કર્યા છે.જેમાં ખેડુતોને ચાલુ સીઝનમાં ગુલાબી ઇયળનાં ફેરોમોન ટ્રેપ હેક્ટર દિઠ પાંચ પ્રમાણે મુકી તેમાં ગુલાબી ઇયળની લ્યુર ૨૫-૩૦ દિવસે અચુક બદલવી. દરરોજ સવારે ફેરોમોન ટ્રેપમાં પકડાયેલ ફુદાંની સંખ્યાની ગણતરી કરવી અને તેનો નાશ કરવો. જો સતત ત્રણ દિવસ સુધી ૮ ફુદાં પ્રતિ ફેરોમોન ટ્રેપ પકડાય તો નીચે જણાવેલ દવાનો છંટકાવ કરવો. આ ઉપરાંત ઉપદ્રવની શરૂઆતથી લઇ કપાસની છેલ્લી વીણી સુધી હેક્ટરે-૪૦ પ્રમાણે ગુલાબી ઇયળની નર કૂદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા જણાવ્યું છે.

તદઉપરાંત, કપાસનાં પાકમાં ફૂલ-ભમરી, જીંડવાની શરૂઆત થતા અસ્તવ્યસ્થ પધ્ધતિથી ૧૦૦ ફૂલ-ભમરી જીંડવા તપાસવા તે પૈકી પાંચમાં ગુલાબી ઇયળની હાજરી જોવા માળે તો કિટનાશક દવાનો છંટકાવ કરવા જણાવાયું છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: