નર્મદામાં વધતા જતા કોરોના ના સંક્રમણ માટે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જવાબદાર ! સરકારી કચેરીમા લોકડાઉન ના નિયમોની ઐસી કી તૈસી !

નર્મદામાં વધતા જતા કોરોના ના સંક્રમણ માટે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જવાબદાર !

સરકારી કચેરીમા લોકડાઉન ના નિયમોની ઐસી કી તૈસી !

રાજપીપળા વીજ કંપની ઉપર લાઈટ બિલો માટે આવેલા
ગ્રાહકોની જોરદાર ભીડ:

વીજ કંપની,સિવિલ હોસ્પિટલ ખાતર ડેપો
સહિત અનેક સરકારી એકમોમાં સોસીયલ ડિસ્ટન્સનું
પાલન થતું નથી

જિલ્લા કલેકટર ખુદ તેનુ મોનીટ રિંગ કરે અને જરૂરી કડક પગલા લે તેવી પ્રજાની માંગ

નર્મદા જિલ્લા મા કોરોના ના કેસો નો આંકડો 100ને પાર થઈ ગયો છે 110જેટલા કેસો થયા પછી પણ કેસો અટકવાનુ નામ લેતી નથી તેના માટે આમ જનતા દ્વારા લોકડાઉનના નિયમોનુ કડક પાલન થતુ નથી .લોકો માસ્ક પહેરતા નથી , સોશિયલ ડિસ્ટન્સ બિલકુલ જળવાતું નથી ! ગામડામાથી રાજપીપલા શહેરમા આવતી પ્રજા દુકાનો મા બજારોમાં , ખાતરની દુકાનોમા , બેન્કો મા દવાખાના મા અને સરકારી કચેરીઓમા લોકો નાટોળેટોળાજ જોવા મ ળેજેને કારણે કોરોના સંક્રમણ નો ભય સતત વધી રહયો છે જે ચિંતાનો વિષય બન્યો છે .
બહુ ઓછા જાગૃત નાગરિકો નિયમોનુ પાલન કરે છે પણ ખાસ કરીને સરકારી કચેરીઓ મા લોક ડાઉનના નિયમોનો
છડે ચોક ભંગથઈ રહયો છે .નર્મદા
પોલીસ પણ આ બાબતેઘણા કેસો કરે છે સતત પ્રયત્નશીલ રહી ખડે પગેનિયમોનું પાલન કરાવવા મથી રહી છે પરંતુ આશ્ચર્ય ની વાત એ છે કે સરકારીતંત્ર ખુદ આ નિયમોનુ કડક પણે પાલન કરાવતી નથી !
રાજપીપળા વીજ કંપનીની કાળિયા ભૂત પાસે
આવેલી મુખ્ય કચેરી ખાતે પણલાઈટબીલની બારી
ઉપર ગ્રાહકોનોટોળાચિંતા ઉપજાવે છે ! શુ લોકડાઉન
કે અનલોક ના નિયમો ફક્ત આમ જનતા માટેજ બનાવ્યા છે.?

સરકારી વિભાગો કેમ તેનું પાલન કેમ કરતા નથી એ પ્રશ્ન પણ લોકોમા ચર્ચાઈ રહયો છે આ માટે જિલ્લા કલેકટર ખુદ તેનુ મોનીટ રિંગ કરે અને જરૂરી કડક પગલા લે તેવી પ્રજાની માંગ છે

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: