સમારીયા ગામ ની સીમમાંથી ૨ લાખના પંચરાવ લાકડાની હેરાફેરી ગોરા વનવિભાગે ઝડપી મુદ્દામાલ સાથે એક આરોપી ની ધરપકડ

સમારીયા ગામ ની સીમમાંથી ૨ લાખના પંચરાવ લાકડાની હેરાફેરી ગોરા વનવિભાગે ઝડપી

મુદ્દામાલ સાથે એક
આરોપી ની ધરપકડ

નર્મદા જિલ્લા વન વિભાગની કેવડયા રેન્જ દ્વારા ગેર કાનૂની
રીતે લાકડાની પાસ પરમિટ વિના હેરાફેરી કરી જંગલ
ચોરીના લાકડા સગેવગે કરનાર ટેમ્પો ચાલકને ઝડપી વનવિભાગે તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.

ગોરા રેન્જના RFO વિરેન્દ્રસિંહ ધરીયાના માર્ગદર્શન હેઠળ
સમારીયા ફોરેસ્ટર વલ્લભભાઈ તડવી પોતાની સાથે પરીમલ
સિંહ રાણા તથા રોજમદાર સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલિંગમાંહતા દરમિયાન સમારીયા ગામની સીમમાંથી જી.જે 20 ટી
3313 નંબરનો ટેમ્પો પસાર થતા તેને રોકીને તપાસ કરતાતેમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા પંચરાવ લાકડા હોવાનુંજણાતાં ટેમ્પા ચાલક સંજયભાઈ વસાવાને ઝડપી પાડી મુદ્દામાલ કબજે લીધો હતો .
gf

તેની પુછપરછ કરતાં તેની પાસે કોઈ પણ જાતની પરવાનગીન હોવાનું તેણે જણાવ્યું હતું.કેવડીયા ફોરેસ્ટ વિભાગ દ્વારા ટેમ્પો સાથે આશરે 2 લાખના
મુદ્દામાલને કજામાં લઈને સંજય ભાઈ વસાવા વિરૂદ્ધ
કાયદેસરનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે.

તસવીર : જ્યોતિ જગતાપ રાજપીપલા

Translate »
%d bloggers like this: