નર્મદા જિલ્લાના ગામોને ગ્રામ પંચાયતના દરજજા થી વંચિત રહેલા ગામોને ગ્રામપંચાયતનો દરજજો આપવાની માંગ સાથે રાજપીપળા કલેકટરને આમુ સંગઠન દ્વારા આવેદનપત્ર અપાયું

નર્મદા જિલ્લાના ગામોને ગ્રામ પંચાયતના દરજજા થી વંચિત રહેલા ગામોને ગ્રામપંચાયતનો દરજજો આપવાની માંગ સાથે રાજપીપળા કલેકટરને આમુ સંગઠન દ્વારા આવેદનપત્ર અપાયું.

નર્મદા જિલ્લાના ગામોને ગ્રામ પંચાયતના દરજજા થી વંચિત રહેલા ગામોને ગ્રામપંચાયતનો દરજજો આપવાની માંગ સાથે રાજપીપળા કલેકટરને આમુ સંગઠન મહેશ વસાવાની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં જણાવેલ હકીકત અનુસાર નર્મદાના દેડિયાપાડા તાલુકાના સામરપાડા (થાવા), નિઘટ, નાની બેડવાણ, સાબુટી, દાભવણ, ઉમરાણ, ઝરણાવાડી, ફુલસર (ગઢ) તથા નાંદોદ તાલુકાની ગાડીત, જેતપોર (રામગઢ ), બોરીદ્રા, નાના હૈંડવા ગામોની નવી સ્વતંત્ર ગ્રામ પંચાયતો જાહેર કરવા અંગેની વિભાજન દરખાસ્ત વિકાસ કમિશ્નર અને જિલ્લા વિકાસ અધિકારીને પરત મોકલી છે. તેનાથી નારાજ થયેલા આમુ સંગઠનને આજે વિભાજન દરખાસ્ત સુપરત મંગાવી દરખાસ્ત મંજૂર કરવા રાજપીપળા ખાતે કલેકટરને રજૂઆત કરી હતી.
આમુ સંગઠન નર્મદા જિલ્લા પ્રમુખ મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે બે અથવા બેથી વધુ સ્વતંત્ર નિશાનીઓ, સીમાડા ધરાવતા ગામોની ગ્રુપ ગ્રામ પંચાયતો માંથી નવી સ્વતંત્ર ગ્રામ પંચાયતોની રચના કરવા અંગેની વિભાજન દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારી નર્મદાને વિકાસ કમિશ્નરે સરકારમાં મોકલેલ હોય, આ વિભાજન દરખાસ્તો થી જિલ્લા, તાલુક, ગામો કે શહેરોની હદો સીમાઓ વગેરેમાં કોઇ ફેરફાર થયો નથી. જેનાથી પણ અમારી નવી સ્વતંત્ર ગ્રામ પંચાયતો જાહેર કરવા અંગેની દરખાસ્ત મંજૂર કરવા યોગ્ય નિર્ણય કરવો જોઈએ એવી રજૂઆત કરી હતી.

ગુજરાત પંચાયત અધિનિયમ 1961 અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં બે અથવા બે થી વધુ સંયુક્ત ગામો માટે ગ્રુપ ગ્રામ પંચાયતની રચના કરવા અંગે કોઇ જોગવાઇ કરવામાં આવેલ નથી.તેમ છતાં નર્મદા જિલ્લામાં ભારતના બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની જોગવાઈઓ નું ઉલ્લંઘન કરીને બે અથવા બેથી વધુ સંયુક્ત ગામોની ગ્રુપ ગ્રામ પંચાયત પંચાયતની રચના કરવામાં આવી છે. તે બિન બંધારણીય છે.

નર્મદા જિલ્લાના ગામોની ગ્રામ પંચાયતના દરજજા થી વંચિત રહેલા ગામોને ગામ પંચાયત નો દરજ્જો આપવા આવેદન દ્વારા લેખિત રજૂઆત કરી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: