નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓ માટે યોજાતા સીઆરસી કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓ માટે યોજાતા સીઆરસી કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.
જિલ્લામાં એકીસાથે કુલ 66 સી.આર.સી કેન્દ્ર પર ડો. વિક્રમ સારાભાઈ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ના 500 થી વધુ શાળાઓએ ભાગ લીધો.
પસંદ થયેલી કૃતિઓ હવે બીઆરસી યોજાશે.
રાજપીપળા,તા.1
નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓ માટે યોજાતા સીઆરસી કક્ષાનુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન નર્મદા જિલ્લામાં એકીસાથે કુલ 66 સીઆરસી કેન્દ્રો પર ડો. વિક્રમ સારાભાઈ વિજ્ઞાન -ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં 500થી વધુ શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગરુડેશ્વર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિનામા દીપ પ્રાગટાવીને ખુલ્લુ મૂક્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ,ન્યુ દિલ્હી દ્વારા ભારતના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકોમાં વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ શિક્ષણની લોકપ્રિયતા વધારવા માટે જવાહરલાલ નહેરુ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે આજ રોજ નર્મદા જિલ્લામા જીસીઈઆરટી , ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાના કુલ 66 સીઆરસી કેન્દ્રો પર ડો.વિક્રમ સારાભાઈ વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન દ્વારા વિજ્ઞાન – ગણિત અને પર્યાવરણ અંતર્ગત જુદા જુદા વિષયોમાં પોતાની કૃતિઓ રજૂ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા ના જુદા જુદા સીઆરસી કેન્દ્રોની જિલ્લાના અધિકારીઓ ,ડાયટના લાઈઝન લેક્ચરર અને વિવિધ કક્ષાના પદાધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોએ વિવિધ કૃતિઓ રજુ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પસંદ થયેલી કૃતિઓ હવે બી.આર.સી કક્ષાએ 9 મીએ યોજાશે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા

Translate »
%d bloggers like this: