નાંદોદ તાલુકાના ખામર ગામે થી 34,680 ની કિંમતના 408 ઇંગ્લિશ દારૂ ના ક્વાટીરિયા ઝડપાયા. ગામની મહિલાના રહેણાંક મકાનમાં છુપાવેલ મુદ્દામાલ મળી આવ્યો, ગામની મહિલાને વેચવા આવેલી જીત નગર નો આરોપી ઝડપાયો.

નાંદોદ તાલુકાના ખામર ગામે થી 34,680 ની કિંમતના 408 ઇંગ્લિશ દારૂ ના ક્વાટીરિયા ઝડપાયા.
ગામની મહિલાના રહેણાંક મકાનમાં છુપાવેલ મુદ્દામાલ મળી આવ્યો, ગામની મહિલાને વેચવા આવેલી જીત નગર નો આરોપી ઝડપાયો.

નાંદોદ તાલુકાના ખામર ગામે આવેલ મહિલાના રહેણાંક મકાનમાં એલસીબી પોલીસે રેડ કરતા રૂપિયા 34680 ની કિંમતના 408 નંગ ઈંગ્લીશ દારૂના કવાટરીયા એનસીબી નર્મદા પોલીસે ઝડપી પાડી એ રહેણાંકના મકાનમાં છુપાવેલ મુદ્દામાં 408 નંગી ઇંગ્લિશ દારૂના ક્વાટરીયા કિં. રૂ. 36680 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ગામની મહિલા નિર્મળાબેન પ્રવીણભાઈ વસાવાના ઘરના રસોડામાં છુપાવેલું મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતા. નિર્મળાબેન ઘરમાં ન મળતાં તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.જ્યારે નિર્મલાબેન ના ઘરે વેચાણ કરવાના ઈરાદે આવેલ આરોપી સોમાભાઈ રામાભાઇ વસાવા(રહે,બાર ફળિયા, જીતનગર )એ મુદ્દામાલ આપતા એકબીજાની મદદગારી કરવા બદલ બંને આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી આમલેથા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: